________________
૧૬૨
આગમિક વ્યાખ્યાઓ
શકે. સ્વભાવની નિષ્કારણતામાં પણ અનેક દોષોની સંભાવના છે. સ્વભાવને વસ્તુધર્મ પણ નથી માની શકાતો કેમકે તેમાં પણ તેવા દશ્ય માટે કોઈ સ્થાન નથી રહેતું. સ્વભાવને પુદ્ગલરૂપ માનીને વૈસાદશ્યની સાબિતી કરવામાં આવે તો તે કર્મરૂપ જ સિદ્ધ થશે.૧
આ પ્રમાણે ભગવાન મહાવીરે સુધર્માનો સંશય દૂર કર્યો અને તેમણે પોતાના ૫૦૦ શિષ્યો સહિત ભગવતી દીક્ષા અંગીકાર કરી.
બંધ અને મોક્ષ :
ત્યાર પછી મંડિક ભગવાન મહાવીર પાસે પહોંચ્યા. ભગવાને તેમના મનનો સંશય પ્રકટ કરતાં કહ્યું – મંડિક ! તારા મનમાં સંદેહ છે કે બંધ અને મોક્ષ છે કે નહિ ? તું વેદપદોનો અર્થ યોગ્ય રીતે નથી સમજતો આથી તારા મનમાં આ પ્રકારનો સંદેહ ઉત્પન્ન થાય છે. હું તારો સંદેહ દૂર કરીશ.
મંડિક ! તું વિચારે છે કે જો જીવનો કર્મ સાથે જે સંયોગ છે તે જ બંધ છે તો તે બંધ સાદિ છે કે અનાદિ ? જો તે સાદિ છે તો શું (૧) પ્રથમ જીવ અને ત્યારપછી કર્મ ઉત્પન્ન થાય છે અથવા (૨) પ્રથમ કર્મ અને ત્યારપછી જીવ ઉત્પન્ન થાય છે અથવા (૩) એ બંને સાથે જ ઉત્પન્ન થાય છે ? આ ત્રણે વિકલ્પોમાં નીચેના દોષો આવે છે *
૧. કર્મની પહેલાં જીવની ઉત્પત્તિ સંભવતી નથી કેમકે ખરશૃંગ સમાન તેનો કોઈ હેતુ દૃષ્ટિગોચર નથી થતો. જો જીવની ઉત્પત્તિ નિર્હેતુક માની લેવામાં આવે તો તેનો વિનાશ પણ નિર્દેતુક માનવો પડશે.
૨. જીવની પહેલાં કર્મની ઉત્પત્તિ પણ સંભવતી નથી કેમકે જીવને કર્મનો કર્તા માનવામાં આવે છે. જો કર્તા જ ન હોય તો કર્મ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે ? જીવની માફક જ કર્મની નિર્દેતુક ઉત્પત્તિ પણ સંભવતી નથી. જો કર્મની ઉત્પત્તિ કોઈ કારણ વગર માની લેવામાં આવે તો તેનો વિનાશ પણ નિર્દેતુક માનવો પડશે. આથી કર્મને જીવની પહેલાં નથી માની શકાતું.
૩. જો જીવ તથા કર્મ બંનેની યુગપત્ ઉત્પત્તિ માની લેવામાં આવે તો જીવને કર્તા તથા કર્મને તેનું કાર્ય નથી કહી શકાતું. જે રીતે લોકમાં એક સાથે ઉત્પન્ન થનાર ગાયના શીંગડાઓમાંથી એકને કર્તા તથા બીજાને કાર્ય નથી કહી શકાતું તે જ રીતે એક સાથે ઉત્પન્ન થનાર જીવ અને કર્મમાં કર્તા અને કર્મનો વ્યવહાર નથી કરી શકાતો.
૧. ગા. ૧૭૮૫-૧૭૯૩.
૪. ગા. ૧૮૦૫-૧૮૧૦.
Jain Education International
૨. ગા. ૧૮૦૧.
૩. ગા. ૧૮૦૨-૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org