________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૬૫ રહેનારાઓમાં કોઈ હોવું જોઈએ. સંભવ છે કે તેઓ રત્નોના ગોળા જ હોય. આનું સમાધાન કરતાં કહેવામાં આવ્યું છે કે તે દેવોના રહેવાના વિમાન જ છે કેમકે તે વિદ્યાધરોના વિમાનોની જેમ રત્નનિર્મિત છે તથા આકાશમાં ગમન કરે છે.
સૂર્ય, ચન્દ્રાદિ વિમાનોને માયિક કેમ ન માની લેવામાં આવે? વસ્તુતઃ તે માયિક નથી. થોડી વાર માટે તેમને માયિક માની પણ લેવામાં આવે તો પણ આ માયા કરનાર દેવો તો માનવા જ પડશે. વગર માયાવીએ માયા સંભવિત નથી. બીજી વાત એ છે કે માયા તો થોડીક વારમાં જ નાશ પામી જાય છે જ્યારે ઉક્ત વિમાનો સર્વદા ઉપલબ્ધ હોવાને કારણે શાશ્વત છે. આથી તેમને માયિક નથી કહી શકાતા.૨
દેવોના અસ્તિત્વની સિદ્ધિ માટે એક હેતુ એવો પણ છે કે આ લોકમાં જે પ્રકૃષ્ટ પાપ કરે છે તેમના માટે ફલભોગના કારણે નારકોનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે એ જ રીતે પ્રકૃષ્ટ પુણ્ય કરનાર માટે દેવોનું અસ્તિત્વ પણ સ્વીકારવું જોઈએ.. - જો દેવ છે તો તે સ્વૈરવિહારી હોવા છતાં પણ મનુષ્ય-લોકમાં કેમ નથી આવતા? સામાન્ય રીતે દેવો આ લોકમાં એટલા માટે નથી આવતા કે તેઓ સ્વર્ગના દિવ્ય પદાર્થોમાં જ આસક્ત રહે છે, ત્યાંના વિષયભોગમાં જ લિપ્ત રહે છે. તેમને ત્યાંના કામભોગમાંથી અવકાશ નથી મળતો. મનુષ્ય-લોકની દુર્ગધ પણ તેમને અહીં આવવાથી રોકે છે અને વળી તેમને અહીં આવવાનું કોઈ વિશેષ પ્રયોજન પણ નથી. આવું હોવા છતાં પણ ક્યારેક-ક્યારેક તેઓ આ લોકમાં આવે પણ છે. તીર્થકરના જન્મ, દીક્ષા, કેવલપ્રાપ્તિ, નિવણ વગેરે શુભ પ્રસંગો પર દેવો આ લોકમાં આવ્યા કરે છે. પૂર્વ ભવના રાગ, વેર વગેરેના કારણે પણ તેમનું અહીં આગમન થતું રહે છે.*
આ પ્રમાણે ભગવાન મહાવીરે મૌર્યપુત્રનો દેવ વિષયક સંશય દૂર કર્યો અને તેમણે પણ સાડા ત્રણસો શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લઈ લીધી." નારકોનું અસ્તિત્વ:
મૌર્યપુત્રપર્યત બધાને દીક્ષિત થયેલા જાણીને અકંપિત પણ મહાવીર પાસે પહોંચ્યા. મહાવીરે તેમને સંબોધિત કરતાં કહ્યું – અકંપિત ! તારા મનમાં એમ સંશય છે કે નારક છે કે નથી ? આ સંશયનું સમાધાન આ મુજબ છે :
પ્રકૃષ્ટ પાપફળનો ભોક્તા કોઈ ન કોઈ અવશ્ય હોવો જોઈએ કેમકે તે પણ જઘન્ય-મધ્યમ કર્મફલ જેવું કર્મફલ છે. જઘન્ય-મધ્યમ કર્મફલના ભોક્તા તિર્યંચો તથા મનુષ્યો છે. પ્રમુખ પાપકર્મફલના જે ભોક્તા છે તે જ નારકો છે.
૪. ગા. ૧૮૭૫-૭,
૧. ગા. ૧૮૭૨. ૨. ગા. ૧૮૭૩. ૩. ગા. ૧૮૭૪. ૫. ગા. ૧૮૮૪. ૬. ગા. ૧૮૮૫-૭. ૭. ગા. ૧૮૯૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org