________________
વિશેષાવશ્યકભાષ્ય
વાયુ અને આકાશનું અસ્તિત્વ ઃ
સ્પર્શાદિ ગુણોનો કોઈ ગુણી અવશ્ય હોવો જોઈએ કેમકે તે ગુણો છે, જેમકે રૂપ ગુણનો ગુણી ઘટ છે. સ્પર્શાદિ ગુણોનો જે ગુણી છે તે વાયુ છે.
પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ – આ બધાનો કોઈ આધાર હોવો જોઈએ કેમકે આ બધા મૂર્ત છે. જે મૂર્ત હોય છે તેનો આધાર અવશ્ય હોય છે, જેમકે પાણીનો આધા૨ ઘડો છે. પૃથ્વી વગેરેનો જે આધાર છે તે જ આકાશ છે.
૨
આ પ્રમાણે ભગવાન મહાવીર વ્યક્તની ભૂતવિષયક શંકાનું સમાધાન કરતાં આગળ કહે છે કે જ્યાં સુધી શસ્ત્રથી ઉપઘાત ન થયો હોય ત્યાં સુધી આ ભૂતો સચેતન છે, શરીરના આધારભૂત છે, વિવિધ પ્રકારે જીવોના ઉપયોગમાં આવે છે. ભૂતોની સજીવતા ઃ
પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ સચેતન છે કેમકે તેમાં જીવના લક્ષણો જોઈ શકાય છે. આકાશ અમૂર્ત છે. તે માત્ર જીવનો આધાર જ બને છે. તે સજીવ નથી.૪ પૃથ્વી સચેતન છે કેમકે તેમાં જીવમાં દેખી શકાતાં જન્મ, જરા, જીવન, મરણ, ક્ષતસંરોહણ, આહાર, દોહદ, રોગ, ચિકિત્સા વગેરે લક્ષણો મળી આવે છે. પૃષ્ટપ્રરોદિકા (લાજવન્તી) ક્ષુદ્ર જીવની માફક સ્પર્શથી સંકુચિત થઈ જાય છે. વેલ પોતાનો આશ્રય પ્રાપ્ત કરવા માટે મનુષ્યની માફક વૃક્ષ તરફ વધતી જોઈ શકાય છે. શમી વગેરેમાં નિદ્રા, પ્રબોધ, સંકોચ વગેરે લક્ષણો માનવામાં આવે છે. બકુલ શબ્દનો, અશોક રૂપનો, કુરબક ગંધનો, વિરહક રસનો, ચંપક સ્પર્શનો ઉપભોગ કરતા દૃષ્ટિગોચર થાય છે." જલ પણ સચેતન છે. ભૂમિ ખોદવાથી સ્વાભાવિક રૂપે નીકળવાને કારણે દેડકાની જેમ જલ સજીવ સિદ્ધ થાય છે. મત્સ્યની જેમ સ્વાભાવિક રૂપે આકાશમાંથી પડવાને કારણે જલને સચેતન માનવું જોઈએ. વાયુની સચેતનતાનું પ્રમાણ આ છે ઃ જેમ ગાય કોઈની પ્રેરણા વિના જ અનિયમિત રૂપે તિર્યક્ ગમન કરે છે, વાયુ પણ તે જ રીતે કરે છે આથી તે સજીવ છે. અગ્નિ પણ સજીવ છે કેમકે જેમ મનુષ્યમાં આહાર વગેરેથી વૃદ્ધિ અને વિકાર જોઈ શકાય છે તેવી જ રીતે અગ્નિમાં પણ કાષ્ઠાદિ આહારથી વૃદ્ધિ અને વિકાર જોઈ શકાય છે.
૬
૭
૧. ગાથા ૧૭૪૯.
૪.
ગા. ૧૭૫૨.
૬.
ગા. ૧૭૫૭.
Jain Education International
૧૫૯
૨. ગા. ૧૭૫૦.
૫. ગા. ૧૭૫૪-૫.
૭. ગા. ૧૭૫૮.
For Private & Personal Use Only
૩. ગા. ૧૭૫૧.
www.jainelibrary.org