SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ આગમિક વ્યાખ્યાઓ ધ્યાનમાં રાખતાં એ માનવું જોઈએ કે કોઈ એક વસ્તુનું સ્વવિષયક જ્ઞાન અન્ય વસ્તુની અપેક્ષા વિના થાય છે. ત—તિપક્ષી પદાર્થનું સ્મરણ થવાથી આ પ્રકારનો વ્યપદેશ અવશ્ય થાય છે કે આ અમુકથી હૃસ્વ છે, અમુકથી દીર્ઘ છે વગેરે. આથી પદાર્થોને સ્વત: સિદ્ધ માનવા જોઈએ. ૧ પદાર્થના અસ્તિત્વ વગેરે ધર્મોની સિદ્ધિ આ પ્રમાણે કરી શકાય છે : જો પદાર્થના અસ્તિત્વ વગેરે ધર્મો અન્યનિરપેક્ષ ન હોય તો હૃસ્વ પદાર્થોનો નાશ થાય ત્યારે દીર્ઘ પદાર્થોનો પણ સર્વથા નાશ થઈ જવો જોઈએ, કેમકે દીર્ધ પદાર્થોની સત્તા હૃસ્વ પદાર્થ સાપેક્ષ છે. પરંતુ એવું નથી થતું. આથી એમ સિદ્ધ થાય છે કે પદાર્થના હૃસ્વ વગેરે ધર્મોનું જ્ઞાન અને વ્યવહાર જ પરસાપેક્ષ છે, તેમના અસ્તિત્વ વગેરે ધર્મો નહિ. ઘસત્તા ઘટનો ધર્મ હોવાને કારણે ઘટથી અભિન્ન છે પરંતુ પટાદિથી ભિન્ન છે. ઘટની જેમ પટાદિની સત્તા પટાદિમાં છે જ આથી ઘટની માફક અઘટરૂપ પટાદિ પણ વિદ્યમાન છે. આ જ રીતે અઘટનું અસ્તિત્વ હોવાને કારણે તભિન્નને ઘટ કહી શકાય છે. અહીં એક શંકા પેદા થઈ શકે છે કે જો ઘટ અને અર્તિ વ એક જ હોય તો એવો નિયમ કેમ નથી બની શકતો કે “જે જે અસ્તિરૂપ છે તે બધું ઘટ જ છે ?' આવું એટલા માટે નથી થતું કે ઘટનું અસ્તિત્વ ઘટમાં જ છે, પટાદિમાં નહિ. આથી ઘટ અને તેના અસ્તિત્વને અભિન્ન માનીને પણ એ નિયમ નથી બની શકતો કે “જે જે અતિરૂપ છે તે બધું ઘટ જ છે.' માત્ર “અસ્તિ' અર્થાત્ “છે' કહેવાથી જેટલા પદાર્થોમાં અસ્તિત્વ છે તે બધાનો બોધ થશે. તેમાં ઘટ અને અઘટ બધાનો સમાવેશ થશે. “ઘટ છે' એવું કહેવાથી તો તેટલો જ બોધ થશે કે માત્ર ઘટ છે. એનું કારણ એ છે કે ઘટનું અસ્તિત્વ ઘટ સુધી જ સીમિત છે. જેમ “વૃક્ષ કહેવાથી આંબો, લીમડો વગેરે બધાં વૃક્ષોનો બોધ થાય છે કેમકે આ બધામાં વૃક્ષત્વ સમાનરૂપે વિદ્યમાન છે. પરંતુ “આમ્ર' કહેવાથી તો માત્ર આમ્ર વૃક્ષનો જ બોધ થશે કેમકે તેનું વૃક્ષત્વ ત્યાં સુધી જ સીમિત છે. આ જ રીતે જાત-અજાત, દશ્ય-અદશ્ય વગેરેની પણ સિદ્ધિ કરી શકાય છે. આ રીતે પૃથ્વી, જલ, અગ્નિ વગેરે પ્રત્યક્ષ દેખાતા ભૂતાદિના વિષયમાં સંદેહ ન થવો જોઈએ. વાયુ તથા આકાશ પ્રત્યક્ષ દેખાતા નથી આથી તેમના વિષયમાં સંદેહ થઈ શકે છે. આ સંશયનું નિવારણ અનુમાનથી થઈ શકે છે. ૧. ૩. ગા. ૧૭૧૦-૧. ગા. ૧૭૨૨-૩. ર, ગા. ૧૭૧૫. ૪. ગા. ૧૭૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy