________________
૧૬૦
આગમિક વ્યાખ્યાઓ હિંસા-અહિંસાનો વિવેક :
જો પૃથ્વી વગેરે ભૂતોમાં અનંત જીવો વિદ્યમાન છે તો સાધુએ આહારાદિ લેવાને કારણે અનંત જીવોની હિંસાનો દોષ લાગશે. આવી સ્થિતિમાં સાધુને અહિંસક કેવી રીતે માની શકાશે? ભૂતો સજીવ હોવા છતાં પણ સાધુને હિંસાનો દોષ એટલા માટે નથી લાગતો કે શસ્ત્રો પહત પૃથ્વી વગેરે ભૂતોમાં જીવ નથી હોતો. આવા ભૂતો નિર્જીવ જ હોય છે. એવું કથન પણ યોગ્ય નથી કે કોઈ વ્યક્તિ માત્ર જીવનો ઘાતક બનવાથી હિંસક થઈ જાય છે. એ કથન પણ અનુચિત છે કે એક વ્યક્તિ કોઈ પણ જીવનો ઘાતક નથી આથી તે નિશ્ચિત રૂપે અહિંસક છે. એમ માનવું પણ યુક્તિસંગત નથી કે થોડાક જીવ હોય તો હિંસા નથી થતી અને અધિક જીવ હોય તો હિંસા થાય છે. હિંસક અને અહિંસકની ઓળખાણ એ છે કે જીવની હત્યા ન કરવાં છતાં પણ દુષ્ટ ભાવોને કારણે વ્યક્તિ હિંસક કહેવાય છે તથા જીવનો ઘાતક હોવા છતાં પણ વ્યક્તિ શુદ્ધ ભાવોને કારણે અહિંસક કહેવાય છે. પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ સંપન્ન જ્ઞાની મુનિ અહિંસક છે. આનાથી વિપરીત જે અસંયમી છે તે હિંસક છે. સંયમી કોઈ જીવનો ઘાત કરે કે ન કરે પરંતુ તે હિંસક નથી કહેવાતો કેમકે હિંસા-અહિંસાનો આધાર આત્માનો અધ્યવસાય છે, નહિ કે ક્રિયા. વસ્તુત: અશુભ પરિણામનું નામ જ હિંસા છે. આ અશુભ પરિણામ બાહ્ય જીવઘાતની અપેક્ષા રાખી પણ શકે છે અને નહીં પણ. જે જીવવધ અશુભ પરિણામજન્ય છે અથવા અશુભ પરિણામનો જનક છે તે જીવવધે તો હિંસા છે જ. જે જીવવધ અશુભ પરિણામનો જનક નથી તે હિંસાની કોટિની બહાર છે. જે રીતે શબ્દાદિ વિષયો વીતરાગમાં રાગ ઉત્પન્ન નથી કરી શકતા કેમકે વીતરાગના ભાવો શુદ્ધ હોય છે તે જ રીતે સંયમીનો જીવવધ પણ હિંસા નથી કહેવાતો કેમકે તેનું મન શુદ્ધ છે."
* આ પ્રમાણે ભગવાન મહાવીરે વ્યક્તિનો સંશય દૂર કર્યો અને તેમણે પોતાના ૫૦૦ શિષ્યો સહિત ભગવાન પાસેથી દીક્ષા ગ્રહણ કરી. ઈહલોક અને પરલોકની વિચિત્રતા?
ઉપર્યુક્ત ચાર પંડિતોના દીક્ષિત થયાના સમાચાર સાંભળીને સુધર્મા ભગવાન મહાવીર પાસે પહોંચ્યા. મહાવીરે તેમને સંબોધિત કરતાં કહ્યું – સુધર્મા! તને એવો સંશય છે કે જીવ જેવો આ ભવમાં છે તેવો જ પરભવમાં પણ હોય છે કે નહિ? તને વેદપદોનો અર્થ જ્ઞાત નથી એટલા માટે આ પ્રકારનો સંશય થાય છે. - હું તારા સંશયનું નિવારણ કરીશ.
૧. ગા. ૧૭૬૨-૮.
૨, ગા. ૧૭૬૯.
૩. ગા. ૧૭૭૦-૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org