________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૪૯
શરીરની બહાર સંસારી આત્માની ઉપલબ્ધિ નથી આથી શરીરની બહાર તેનો અભાવ માનવો યુક્તિયુક્ત છે. જીવમાં કર્તૃત્વ, ભોક્તૃત્વ, બંધ, મોક્ષ, સુખ, દુઃખ વગેરે બધું યુક્તિસંગત સિદ્ધ ત્યારે થઈ શકે, જ્યારે તેને અનેક અને અસર્વવ્યાપકસ્વશરીરવ્યાપી માનવામાં આવે. આથી જીવને અનેક અને અસર્વગત માનવો જોઈએ.૧
જીવની નિત્યાનિત્યતા :
:
આત્મા પૂર્વ પર્યાયના નાશ અને અપર પર્યાયની ઉત્પત્તિની અપેક્ષાએ અનિત્ય સ્વભાવવાળો છે. ઘટાદિ વિજ્ઞાનરૂપ ઉપયોગનો નાશ થતાં પટાદિ વિજ્ઞાનરૂપ ઉપયોગ ઉત્પન્ન થાય છે. આનાથી જીવમાં ઉત્પાદ અને વ્યય બંને સિદ્ધ થાય છે, આથી જીવ વિનાશી છે. એવું હોવા છતાં પણ વિજ્ઞાન-સન્નતિની અપેક્ષાએ જીવ અવિનાશી અર્થાત્ નિત્ય – ધ્રુવ પણ સિદ્ધ થાય છે. આત્મામાં વિજ્ઞાનસામાન્યનો ક્યારેય અભાવ નથી હોતો, વિજ્ઞાનવિશેષનો અભાવ હોય છે. આથી વિજ્ઞાનસન્નતિ અર્થાત્ વિજ્ઞાનસામાન્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે, ધ્રુવ છે, શાશ્વત છે, અવિનાશી છે. સંસારના બધા પદાર્થોનો પણ આ જ સ્વભાવ છે.ર
જીવ ભૂતધર્મ નથી :
૩
કેટલાક લોકો એમ માને છે કે વિજ્ઞાનની ઉત્પત્તિ ભૂતોથી જ થાય છે, આથી વિજ્ઞાનરૂપ જીવ ભૂતોનો જ ધર્મ છે. તેમની આ માન્યતા અનુપયુક્ત છે. વિજ્ઞાનનો ભૂતો સાથે કોઈ અન્વય-વ્યતિરેક સંબંધ નથી. ભૂતોનું અસ્તિત્વ હોવા છતાં પણ મૃત શરીરમાં જ્ઞાનનો અભાવ જોઈ શકાય છે. ભૂતોના અભાવમાં પણ મુક્તાવસ્થામાં જ્ઞાનનો સદ્ભાવ છે. આથી ભૂતોની સાથે જ્ઞાનનો અન્વય-વ્યતિરેક અસિદ્ધ છે. એટલા માટે જ્ઞાનરૂપ જીવ ભૂતધર્મ ન હોઈ શકે. જે રીતે ઘટનો સદ્ભાવ થવાથી નિયમપૂર્વક પટનો સદ્ભાવ નથી થતો તથા ઘટના અભાવમાં પણ પટનો સદ્ભાવ જોઈ શકાય છે, આથી પટને ઘટથી ભિન્ન અને સ્વતંત્ર માની શકાય છે, તે જ રીતે જ્ઞાનને પણ ભૂતોથી ભિન્ન માનવું જોઈએ. આથી વિજ્ઞાનરૂપ જીવ ભૂતધર્મ ન હોઈ શકે.
આ પ્રમાણે ભગવાન મહાવીરે ઈન્દ્રભૂતિનો જીવવિષયક સંશય દૂર કર્યો અને તેમણે પોતાના પાંચસો શિષ્યો સહિત મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી.પ
૩. ચાર્વાકની આ જ માન્યતા છે.
૧. ગા. ૧૫૮૬-૭. ૪. ગા. ૧૫૯૭-૯.
Jain Education International
૨. ગા. ૧૫૯૫. ૫. ગા. ૧૬૦૪.
For Private & Personal Use Only
www.jainelibrary.brg