________________
૧૫૦
કર્મનું અસ્તિત્વ ઃ
ત્યાર પછી અગ્નિભૂતિ મહાવીરની પાસે પહોંચ્યા. ભગવાને તેમને આવેલા જોઈને નામ અને ગોત્રથી સમ્બોધિત કર્યા અને કહ્યું – અગ્નિભૂતિ ! તારા મનમાં એવો સંદેહ છે કે કર્મ છે કે નથી. હું તારા આ સંદેહનું નિવારણ કરીશ. તું માને છે કે કર્મ પ્રત્યક્ષ વગેરે કોઈ પણ પ્રમાણથી સિદ્ધ નથી, આથી તે ખરવિષાણની જેમ અભાવરૂપ છે. તારો આ સંદેહ અનુપયુક્ત છે. હું કર્મને પ્રત્યક્ષ જોઉં છું. જો કે તને તેનું પ્રત્યક્ષ દર્શન નથી તો પણ અનુમાનથી તું પણ તેની સિદ્ધિ કરી શકે છે. સુખદુઃખરૂપ કર્મફળ તો તને પ્રત્યક્ષ જ છે અને તેથી તેના કારણરૂપ કર્મની સત્તાનું અનુમાન કરી શકાય છે. સુખ-દુઃખનું કોઈ કારણ અવશ્ય હોવું જોઈએ કેમકે તે કાર્ય છે, જેમ અંકુરરૂપ કાર્યનો હેતુ બીજ છે. સુખ-દુઃખરૂપ કાર્યનો જે હેતુ છે તે જ કર્મ છે. ૧
અગ્નિભૂતિ મહાવીરની આ વાત માનીને આગળ શંકા કરે છે કે જો સુખદુઃખનું દૃષ્ટ કારણ સિદ્ધ હોય તો અદૃષ્ટ કારણરૂપ કર્મનું અસ્તિત્વ માનવાની શી આવશ્યકતા છે ? ચંદન વગેરે પદાર્થ સુખના હેતુ છે અને સર્પવિષ વગેરે દુઃખના હેતુ છે. આ દૃષ્ટ કારણોને છોડીને અર્દષ્ટ કર્મને માનવાની કોઈ આવશ્યકતા પ્રતીત નથી થતી. આનું સમાધાન કરતાં ભગવાન કહે છે કે દૃષ્ટ કારણમાં વ્યભિચાર દેખાય છે આથી અદૃષ્ટ કારણ માનવું અનિવાર્ય બની જાય છે. એ કેવી રીતે ? સુખ-દુઃખના દૃષ્ટ કારણો સમાનરૂપે ઉપસ્થિત હોવા છતાં પણ તેમનાં કાર્યોમાં તારતમ્ય જોવામાં આવે છે તે નિષ્કારણ નથી હોઈ શકતું. આનું જે કારણ છે તે જ કર્મ છે.૨ કર્મ–સાધક એક અન્ય પ્રમાણ આપતાં ભગવાન મહાવીર કહે છે બાલશરીર દેહાન્તરપૂર્વક છે કેમકે તે ઈન્દ્રિયાદિથી યુક્ત છે, જેમ યુવાદેહ બાલદેહપૂર્વક છે. આદ્ય બાલશરીર જે દેહપૂર્વક છે તે જ કર્મ કાર્મણશરીર છે.
આધ
૩
કર્મ-સાધક ત્રીજું અનુમાન આ મુજબ છે : દાનાદિ ક્રિયાનું કંઈક ફળ અવશ્ય હોવું જોઈએ, કેમકે તે સચેતન વ્યક્તિકૃત ક્રિયા છે, જેમકે કૃષિ. દાનાદિ ક્રિયાનું જે ફળ છે તે જ કર્મ છે. અગ્નિભૂતિ આ વાતને માનતાં ફરી પ્રશ્ન કરે છે કે જેમ કૃષિ વગેરે ક્રિયાનું દૃષ્ટ ફળ ધાન્યાદિ છે, તે જ રીતે દાનાદિ ક્રિયાનું ફળ પણ મનઃપ્રસાદ વગેરે કેમ ન માની લેવામાં આવે ? આ દૃષ્ટ ફળ છોડીને અદષ્ટ ફલરૂપ કર્મની સત્તા માનવાથી શું લાભ ? મહાવીર આનો ઉત્તર આપતાં કહે છે – અગ્નિભૂતિ ! શું તું નથી જાણતો કે મનઃપ્રસાદ પણ એક પ્રકારની ક્રિયા છે, આથી સચેતનની અન્ય
૧.
ગા. ૧૬૧૦-૨.
Jain Education International
૨. ૧૬૧૨-૩.
આગમિક વ્યાખ્યાઓ
-
૩. ગા. ૧૬૧૪
For Private & Personal Use Only
—
www.jainelibrary.org