________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૪૭
કે દંડાદિ કરણોનો અધિષ્ઠાતા કુંભાર હોય છે. જેનો કોઈ અધિષ્ઠાતા નથી હોતો તે આકાશની માફક ક૨ણ પણ નથી હોતું. ઈન્દ્રિયોનો જે અધિષ્ઠાતા છે તે જ આત્મા છે. (૨) દેહનો કોઈ કર્તા હોવો જોઈએ કેમકે તેનો ઘટની જેમ એક સાદિ અને નિયત આકાર છે. જેનો કોઈ કર્તા નથી હોતો તેનો સાદિ અને નિશ્ચિત આકાર પણ નથી હોતો, જેમકે વાદળ. આ દેહનો જે કર્તા છે તે જ આત્મા છે. (૩) જ્યારે ઈન્દ્રિયો અને વિષયોમાં આદાન-આદેયભાવ છે ત્યારે ત્યાં કોઈ આદાતા અવશ્ય હોવો જોઈએ. જ્યાં આદાન-આયભાવ હોય છે ત્યાં કોઈ આદાતા અવશ્ય હોય છે; જેમકે સાણસી (સંદંશક) અને લોખંડમાં આદાન-આદેયભાવ છે તથા લુહાર (લોહકા૨) આદાતા છે. એ જ રીતે ઈન્દ્રિય અને વિષયમાં આદાન-આદેયભાવ છે તથા આત્મા આદાતા છે. (૪) દેહાદિનો કોઈ ભોક્તા અવશ્ય હોવો જોઈએ કેમકે તે ભોગ્ય છે; જેમ ભોજન વસ્ત્રાદિ ભોગ્ય પદાર્થોનો ભોક્તા પુરુષવિશેષ છે. દેહાદિનો જે ભોક્તા છે તે જ આત્મા છે. (૫) દેહાદિનો કોઈ સ્વામી અવશ્ય હોવો જોઈએ કેમકે તે સંઘાતરૂપ છે. જે સંઘાતરૂપ હોય છે તેનો કોઈ સ્વામી અવશ્ય હોય છે, જેમ ગૃહ અને તેનો સ્વામી ગૃહપતિ. દેહાદિ સંઘાતોનો જે સ્વામી છે તે જ આત્મા છે. વ્યુત્પત્તિમૂલક હેતુ :
શબ્દની વ્યુત્પત્તિની દૃષ્ટિએ જીવનું અસ્તિત્વ સિદ્ધ કરતાં ભગવાન મહાવીર ઈન્દ્રભૂતિને સમજાવે છે કે ‘જીવ' પદ ‘ઘટ’ પદની જેમ વ્યુત્પત્તિયુક્ત શુદ્ધ પદ હોવાને કારણે સાર્થક હોવું જોઈએ અર્થાત્ ‘જીવ’ પદનો કંઈક અર્થ અવશ્ય હોવો જોઈએ. જે પદ સાર્થ નથી હોતું તે વ્યુત્પત્તિયુક્ત શુદ્ધ પદ પણ નથી હોતું, જેમકે ડિત્ય, ખરવિષાણ વગેરે. ‘જીવ’ પદ વ્યુત્પત્તિયુક્ત તથા શુદ્ધ છે આથી તેનો કોઈ અર્થ અવશ્ય હોવો જોઈએ. આ તર્ક સાંભળીને ઈન્દ્રભૂતિ ફરી કહે છે કે શરીર જ ‘જીવ’ પદનો અર્થ છે, તેનાથી ભિન્ન કોઈ વસ્તુ નહીં. મહાવીર આ મતનું ખંડન કરતાં ફરી કહે છે – ‘જીવ’ પદનો અર્થ શરીર નથી થઈ શકતો કેમકે ‘જીવ’ શબ્દના પર્યાયો ‘શરીર’ શબ્દના પર્યાયોથી ભિન્ન છે. જીવના પર્યાયો છે : જંતુ, પ્રાણી, સત્ત્વ, આત્મા વગેરે. શરીરના પર્યાયો છે : દેહ, વધુ, કાય, કલેવર વગેરે. અને પાછા દેહ અને જીવનાં લક્ષણો પણ ભિન્ન-ભિન્ન છે. જીવ જ્ઞાનાદિ ગુણયુક્ત છે જ્યારે દેહ જડ છે. તે પછી મહાવીરે પોતાની સર્વજ્ઞતાનું પ્રમાણ આપીને તે સાબિત કર્યું છે કે સર્વજ્ઞના વચનોમાં સંદેહ ના હોવો જોઈએ કેમકે તેઓ જેના કારણે મનુષ્ય જૂઠ્ઠું બોલે છે તેવા રાગ, દ્વેષાદિ દોષોથી પર હોય છે.
૩
૧. ગા. ૧૫૬૭-૯.
11
Jain Education International
૨. ગા. ૧૫૭૫-૬.
For Private & Personal Use Only
૩. ૧૫૭૭-૮૯.
www.jainelibrary.org