________________
૧૪૬
આગમિક વ્યાખ્યાઓ જીવ પણ પ્રત્યક્ષ છે. જે રીતે ઘટના પ્રત્યક્ષનો આધાર તેનાં રૂપાદિ ગુણ છે તે જ રીતે આત્માના પ્રત્યક્ષ અનુભવનો આધાર તેના જ્ઞાનાદિ ગુણ છે. જે લોકો ગુણથી ગુણીને એકાન્ત ભિન્ન માને છે તેમના મતે રૂપાદિનું ગ્રહણ થયા છતાં પણ ઘટાદિ ગુણીરૂપ પદાર્થોનું ગ્રહણ નહીં થાય. ઈન્દ્રિયો દ્વારા માત્ર રૂપાદિનું ગ્રહણ થવાથી રૂપાદિને તો પ્રત્યક્ષ માની શકાય છે પરંતુ રૂપાદિથી એકાન્ત ભિન્ન ઘટનું પ્રત્યક્ષ નથી માની શકાતું. આ રીતે જ્યારે ઘટાદિ પદાર્થ પણ સિદ્ધ નથી તો પછી આત્માના અસ્તિત્વનાસ્તિત્વનો વિચાર કરવાથી શું લાભ? આથી સ્મરણાદિ ગુણોના આધારે આત્માનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ.' આત્મા અને શરીરનો ભેદ :
ઉપર્યુક્ત ચર્ચાના આધારે ઈન્દ્રભૂતિ એ વાત માનવા માટે તૈયાર થઈ જાય છે કે જ્ઞાનાદિ ગુણોના પ્રત્યક્ષ થવાને કારણે તેનો આધારભૂત કોઈ ગુણી અવશ્ય હોવો જોઈએ. આટલું સ્વીકાર કરીને તેઓ એક નવી શંકા રજૂ કરે છે. તેઓ કહે છે કે સ્મરણાદિ ગુણોનો આધાર આત્મા જ છે, તે માન્યતા ઠીક નથી કેમકે કૃશતા, સ્થૂળતા વગેરે ગુણોની જેમ સ્મરણાદિ ગુણ પણ શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. એવી દશામાં તેમનો ગુણીભૂત આધાર શરીરને જ માનવો જોઈએ, શરીરથી ભિન્ન આત્માને નહીં. આ શંકાનું સમાધાન કરતાં ભગવાન મહાવીર કહે છે કે તે જ્ઞાનાદિ શરીરના ગુણ ન થઈ શકે કેમકે શરીર ઘટની જેમ મૂર્ત અર્થાત્ ચાક્ષુષ છે જ્યારે જ્ઞાનાદિ ગુણ અમૂર્ત અર્થાત અચાક્ષુષ છે. આથી જ્ઞાનાદિ ગુણોને અનુરૂપ દેહથી ભિન્ન કોઈ અમૂર્ત ગુણીની સત્તા અવશ્ય માનવી જોઈએ. આ ગુણી જ આત્મા અર્થાત્ જીવ છે. તે પછી ઈન્દ્રભૂતિ એક વધુ શંકા ઉપસ્થિત કરે છે. તેઓ કહે છે કે હું પોતાના દેહમાં આત્માનું અસ્તિત્વ માની શકું છું પરંતુ બીજાના દેહમાં પણ આત્માની સત્તા છે, તેનું શું પ્રમાણ? મહાવીર કહે છે કે આ હેતુથી અન્ય આત્માઓની પણ સિદ્ધિ થઈ શકે છે. બીજાઓના શરીરમાં પણ વિજ્ઞાનમય જીવ છે કેમકે તેમનામાં પણ ઈમ્પ્રવૃત્તિ, અનિષ્ટનિવૃત્તિ વગેરે વિજ્ઞાનમય ક્રિયાઓ જોઈ શકાય છે. આત્માની સિદ્ધિના હેતુઃ
જે રીતે સાંખ્યદર્શનમાં પુરુષને પ્રકૃતિથી ભિન્ન સિદ્ધ કરવા માટે અધિષ્ઠાતૃત્વ, સંઘાતપરાર્થત્વ વગેરે હેતુ આપવામાં આવ્યા તે જ રીતે વિશેષાવશ્યકભાષ્યમાં પણ આત્મસિદ્ધિ માટે આ જ પ્રકારના કેટલાક હેત આપવામાં આવ્યા છે. (૧) ઈન્દ્રિયોનો કોઈ અધિષ્ઠાતા અવશ્ય હોવો જોઈએ કેમકે તેઓ કરણ છે, જેમ
૧. ગા. ૧૫૫૪-૧૫૬૦
૨. ગા. ૧૫૬૧-૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org