SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષાવશ્યકભાષ્ય ૧૨૭ વિચાર કરતાં ભાષ્યકાર કહે છે કે આવશ્યકાનુયોગનો ફળ, યોગ, મંગલ, સમુદાયાર્થ, દ્વારોપવાસ, તદ, નિરુક્ત, ક્રમપ્રયોજન વગેરે દષ્ટિઓથી વિચાર કરવો જોઈએ.' ફલદ્વાર : આવશ્યકાનુયોગનું ફળ આ છે : જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે અને આવશ્યક જ્ઞાન-ક્રિયામય છે, આથી તેના વ્યાખ્યાનરૂપ કારણથી મોક્ષલક્ષણરૂપ કાર્યસિદ્ધિ થાય છે. યોગદ્વાર : યોગકારની વ્યાખ્યા આ મુજબ છે : જે રીતે વૈદ્ય બાળક વગેરે માટે યથોચિત આહારની સંમતિ આપે છે, તે જ રીતે મોક્ષમાર્ગાભિલાષી ભવ્ય માટે પ્રારંભમાં આવશ્યકનું આચરણ યોગ્ય છે – ઉપયુક્ત છે. આચાર્ય શિષ્યને પંચનમસ્કાર કર્યા પછી સર્વપ્રથમ વિધિપૂર્વક સામાયિક વગેરે આપે છે; તેની પછી ક્રમશ: શેષ શ્રુતિનો પણ બોધ કરાવે છે, કેમકે વિરકલ્પનો ક્રમ તે જ રીતે છે. તે ક્રમ આમ છે : પ્રવ્રજ્યા, શિક્ષાપદ, અર્થગ્રહણ, અનિયતવાસ, નિષ્પત્તિ, વિહાર અને સામાચારી સ્થિતિ. અહીં એક શંકા થાય છે કે જો પહેલાં નમસ્કાર કરવો જોઈએ અને પછી સામાયિકાદિ આવશ્યક ગ્રહણ કરવું જોઈએ, તો સર્વપ્રથમ નમસ્કારનો અનુયોગ કરવો જોઈએ અને ત્યાર પછી આવશ્યકનો અનુયોગ કરવો યોગ્ય છે. તેનો ઉત્તર આપતાં ભાષ્યકાર કહે છે કે નમસ્કાર બધા શ્રુતસ્કંધ અત્યંતર છે આથી આવશ્યકાનુયોગના ગ્રહણ સાથે જ તેનું પણ ગ્રહણ થઈ જ જાય છે. નમસ્કાર સર્વશ્રુતસ્કન્ધાભ્યાન્તર છે તેનું શું પ્રમાણ? તેની સર્વશ્રુતાભ્યન્તરતાનું એ જ પ્રમાણ છે કે તેને પ્રથમ મંગલ કહેવામાં આવ્યું છે. બીજી વાત એ છે કે તેનું નંદીમાં પૃથક શ્રુતસ્કન્ધ રૂપે ગ્રહણ નથી કરવામાં આવ્યું.' મંગલકાર : હવે મંગલદ્વારની ચર્ચા શરૂ થાય છે. મંગલની શું ઉપયોગિતા છે, તે બતાવતાં કહેવામાં આવ્યું છે કે શ્રેષ્ઠ કાર્યમાં અનેક વિપ્નો ઉપસ્થિત થયા કરે છે. તેમની શાંતિ માટે મંગલ કરવામાં આવે છે. શાસ્ત્રમાં મંગલ ત્રણ સ્થાનો પર થાય છે : આદિ, મધ્ય અને અંત. પ્રથમ મંગલનું પ્રયોજન શાસ્ત્રાર્થની અવિનપૂર્વક સમાપ્તિ છે, દ્વિતીયનું પ્રયોજન તેની સ્થિરતા છે અને તૃતીયનું પ્રયોજન તેની શિષ્ય-પ્રશિષ્યાદિ વિંશપર્યત અવ્યવચ્છિત્તિ છે. ભાષ્યકારે મંગલનો શબ્દાર્થ આ મુજબ કર્યો છે : ૪. ગા. ૫. ૧. ૫. ગા.૧-૨. ગા. ૭. ૨. ગા. ૩ ૬. ગા. ૮-૧૦. ૩. ગઈ. ૪. ૭. ગા. ૧૨-૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy