________________
આગમિક વ્યાખ્યાઓ મયતેઽધિમ્યતે યેન હિતું તેન માં મવતિ અર્થાત્ જેનાથી હિતની સિદ્ધિ થાય છે તે મંગલ છે. અથવા મંો ધર્મસ્તે જાતિ તર્ક સમાì અર્થાત્ જે ધર્મનું સમાદાન કરે છે તે મંગલ છે. અથવા નિપાતનથી મંગલનો અર્થ ઇષ્ટાર્થપ્રકૃતિ થઈ શકે છે. અથવા માં તતિ મવાદ્ અર્થાત્ જે ભવચક્રથી મુક્ત કરે છે તે મંગલ છે. તેના નામાદિ ચાર પ્રકાર છે. ત્યારબાદ આચાર્યે નામ, સ્થાપના, દ્રવ્ય, અને ભાવમંગલના સ્વરૂપનો વિસ્તારપૂર્વક વિચાર કર્યો છે. દ્રવ્યમંગલની ચર્ચા કરતી વખતે નયોનાં સ્વરૂપ, ક્ષેત્ર વગેરે તરફ પણ નિર્દેશ કર્યો છે. ચાર પ્રકારના મંગલોમાં એકબીજાની શું વિશેષતા છે, તે તરફ નિર્દેશ કરતાં આચાર્ય કહે છે કે જેવો આકાર, અભિપ્રાય, બુદ્ધિ, ક્રિયા અને ફળ સ્થાપનેન્દ્રમાં જોવામાં આવે છે, તેવો ન નામેન્દ્રમાં જોવામાં આવે છે, ન દ્રવ્યેન્દ્રમાં. તે જ રીતે જેવો ઉપયોગ અને પરિણમન દ્રવ્ય અને ભાવમાં જોવામાં આવે છે, તેવું ન નામમાં છે, ન સ્થાપનામાં. વસ્તુનું અભિધાન માત્ર નામ છે, તેનો આકાર સ્થાપના છે, તેની કા૨ણતા દ્રવ્ય છે અને તેની કાર્યાપન્નતા ભાવ છે. પ્રકારાન્તરથી મંગલની વ્યાખ્યા કરતાં ભાષ્યકાર કહે છે કે નંદીને પણ મંગલ કહી શકાય છે. તેના પણ મંગલની જેમ ચાર પ્રકાર છે. તેમાંથી ભાવનંદી પંચજ્ઞાનરૂપ છે." તે પાંચ જ્ઞાન છે ઃ આભિનિબોધિકજ્ઞાન (મતિજ્ઞાન), શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવલજ્ઞાન.
૩
જ્ઞાનપંચક :
૧૨૮
અભિનિબોધનો અર્થ છે અર્થાભિમુખ નિયત બોધ. આ જ આભિનિબોધિક જ્ઞાન (મતિજ્ઞાન) છે. જે સાંભળવામાં આવે છે અથવા જે સાંભળે છે અથવા જેનાથી સાંભળવામાં આવે છે તે શ્રુત છે. અવધિનો અર્થ છે મર્યાદા. જેનાથી મર્યાદિત દ્રવ્યાદિ જાણવામાં આવે છે તે અવધિજ્ઞાન છે. જે મનના પર્યાયોને જાણે છે તે મન:પર્યયજ્ઞાન છે. પર્યયનો અર્થ પર્યવન, પર્યયન અને પર્યાય છે. કેવલજ્ઞાન એકલું અર્થાત્ અસહાય છે, શુદ્ધ છે, પૂર્ણ છે, અસાધારણ છે, અનન્તર છે. તેની પછી આચાર્યે એ સિદ્ધ કર્યું છે કે આ પાંચ પ્રકારોને આ જ ક્રમથી કેમ ગણાવવામાં આવ્યા છે. આ પાંચ જ્ઞાનોમાંથી મતિ અને શ્રુત પરોક્ષ છે, બાકીના પ્રત્યક્ષ છે. અક્ષનો અર્થ છે જીવ. જે જ્ઞાન સીધું જીવથી ઉત્પન્ન થાય છે તેને પ્રત્યક્ષ કહે છે. જે જ્ઞાન દ્રવ્યેન્દ્રિય અને દ્રવ્યમનની સહાયતાથી ઉત્પન્ન થાય છે તે પરોક્ષ છે. વૈશેષિકાદિસમ્મત ઈન્દ્રિયોત્પન્ન પ્રત્યક્ષનું ખંડન કરતાં આચાર્ય કહે છે કે કેટલાક લોકો ઈન્દ્રિયોને અક્ષ માને છે અને તેમનાથી ઉત્પન્ન જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે, તે બરાબર નથી. ઈન્દ્રિયો ઘટાદિની જેમ
૧ ગા. ૨૨-૪. ૫. ગા. ૭૮.
Jain Education International
૨. ગા. ૨૫-૫૧. ૬. ગા. ૭૯.
૩. ગા. ૫૩-૪. ૭. ગા. ૮૦-૪.
For Private & Personal Use Only
૪. ગા. ૬૦,
૮. ગા. ૮૫૯૦.
www.jainelibrary.org