________________
દ્વિતીય પ્રકરણ
વિશેષાવશ્યકભાષ્ય વિશેષાવશ્યકભાષ્ય એક એવો ગ્રંથ છે જેમાં જૈન આગમોમાં વર્ણિત બધા મહત્ત્વપૂર્ણ વિષયોની ચર્ચા કરવામાં આવી છે. જૈન જ્ઞાનવાદ, પ્રમાણશાસ્ત્ર, આચારનીતિ, સ્યાદ્વાદ, નયવાદ, કર્મસિદ્ધાંત વગેરે બધા વિષયો સાથે સંબંધિત સામગ્રીની પ્રચુરતાનું દર્શન આ ગ્રંથમાં સહજ જ ઉપલબ્ધ થાય છે. આ ગ્રંથની એક બહુ મોટી વિશેષતા એ છે કે આમાં જૈન તત્ત્વનું નિરૂપણ માત્ર જૈન દષ્ટિથી ન કરતાં અન્ય દાર્શનિક માન્યતાઓની તુલના સાથે થયું છે. આચાર્ય જિનભદ્ર આગમોની બધા પ્રકારની માન્યતાઓનું જેવું તર્કપુરસ્સર નિરૂપણ આ ગ્રંથમાં કર્યું છે તેવું અન્યત્ર જોવા નથી મળતું. આ જ કારણ છે કે જેનાગમોના તાત્પર્યને સારી રીતે સમજવા માટે વિશેષાવશ્યકભાષ્ય એક અત્યંત ઉપયોગી ગ્રંથ છે. આચાર્ય જિનભદ્રના ઉત્તરવર્તી જૈનાચાર્યોએ વિશેષાવશ્યકભાષ્યની સામગ્રી અને તર્કપદ્ધતિનો ઉદારતાપૂર્વક ઉપયોગ કર્યો છે. તેમની પછી લખવામાં આવેલ આગમની વ્યાખ્યા કરતો એક પણ મહત્ત્વપૂર્ણ ગ્રંથ એવો નથી જેમાં વિશેષાવશ્યકભાષ્યનો આધાર ન લેવામાં આવ્યો હોય.
આ સંક્ષિપ્ત ભૂમિકા સાથે હવે આપણે વિશેષાવશ્યકભાષ્યના વિસ્તૃત પરિચયની તરફ વધીએ. આ ગ્રંથ આવશ્યકસૂત્રની વ્યાખ્યારૂપે છે. આમાં માત્ર પ્રથમ અધ્યયન અર્થાત્ સામાયિક સંબંધિત નિર્યુક્તિની ગાથાઓનું વિવેચન કરવામાં આવ્યું છે.' ઉપોદ્ઘાતઃ
સર્વપ્રથમ આચાર્યું પ્રવચનને પ્રણામ કર્યા છે તથા ગુરુના ઉપદેશાનુસાર સકલ. ચરણ-ગુણસંગ્રહરૂપ આવશ્યકાનુયોગ કરવાની પ્રતિજ્ઞા કરી છે. તેનાં ફળ વગેરેનો
૧. (ક) શિષ્યહિતાખ્યબૃહદ્રવૃત્તિ (મલધારી હેમચન્દ્રકૃત ટીકા) સહિત-યશોવિજય જૈન ગ્રંથમાલા,
બનારસ, વીર સંવત્ ૨૪૨૭-૨૪૪૧. (ખ) ગુજરાતી અનુવાદ – આગમોદય સમિતિ, મુંબઈ, સન્ ૧૯૨૪-૧૯૨૭. (ગ) વિશેષાવથથાનામઃ ક્રમઃ તથા વિશેષાવયવિષયામનુષમઃ – આગમોદય
સમિતિ, મુંબઈ, સન્ ૧૯૨૩. (ઘ) સ્વોપજ્ઞ વૃત્તિ સહિત (પ્રથમ ભાગ) –લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર,
અમદાવાદ, સન્ ૧૯૬૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org