________________
ભાષ્ય અને ભાષ્યકાર
૧ ર૩ ૩. બૃહત્સંગ્રહણી (પ્રાકૃત પદ્ય), ૪. બૃહત્સત્રસમાસ (પ્રાકૃત પદ્ય), ૫. વિશેષણવતી (પ્રાકૃત પદ્ય), ૬. જીવકલ્પ (પ્રાકૃત પદ્ય), ૭. જીતકલ્પભાષ્ય (પ્રાકૃત પદ્ય), ૮. અનુયોગદ્વારચૂર્ણિ (પ્રાકૃત ગદ્ય), ૯. ધ્યાનશતક (પ્રાકૃત પદ્ય). અંતિમ ગ્રંથ અર્થાત્ ધ્યાનશતકના કર્તુત્વના વિષયમાં હજી વિદ્વાનોને સંદેહ છે. સંઘદાસગણિઃ
સંઘદાસગણિ પણ ભાષ્યકારરૂપે પ્રસિદ્ધ છે. તેમના બે ભાષ્ય ઉપલબ્ધ છે : બૃહત્કલ્પ-લઘુભાષ્ય અને પંચકલ્પ-મહાભાષ્ય. મુનિ શ્રી પુણ્યવિજયજીના મતાનુસાર સંઘદાસગણિ નામના બે આચાર્ય થયા છે એક વસુદેવહિડિ–પ્રથમ ખંડના પ્રણેતા અને બીજા બૃહત્કલ્પ-લઘુભાષ્ય તથા પંચકલ્પ-મહાભાષ્યના પ્રણેતા. આ બંને આચાર્ય એક ન હોતાં ભિન્ન-ભિન્ન છે કેમકે વસુદેવહિડિ-મધ્યમ ખંડના કર્તા આચાર્ય ધર્મસેનગણિ મહત્તરના કથનાનુસાર વસુદેવહિડિ-પ્રથમ ખંડના પ્રણેતા સંઘદાસગણિ વાચક' પદથી વિભૂષિત હતા, જ્યારે ભાખ્યપ્રણેતા સંઘદાસગણિ “ક્ષમાશ્રમણ પદાલંકૃત છે. આચાર્ય જિનભદ્રનો પરિચય આપતી વખતે આપણે જોયું છે કે માત્ર પદવી-ભેદથી વ્યક્તિ-ભેદની કલ્પના નથી કરી શકાતી. એક જ વ્યક્તિ વિવિધ સમયે વિવિધ પદવીઓ ધારણ કરી શકે છે. એટલું જ નહિ, એક જ સમયે એક જ વ્યક્તિ માટે વિભિન્ન દૃષ્ટિએ વિભિન્ન પદવીઓનો પ્રયોગ કરી શકાય છે. ક્યારેક ક્યારેક તો કેટલીક પદવીઓ પરસ્પર પર્યાયવાચી પણ બની જાય છે. એવી સ્થિતિમાં માત્ર “વાચક' અને “ક્ષમાશ્રમણ' પદવીઓના આધારે એ નિશ્ચયપૂર્વક નથી કહી શકાતું કે આ પદવીઓ ધારણ કરનાર સંઘદાસગણિ ભિન્ન-ભિન્ન વ્યક્તિ હતા. મુનિ શ્રી પુણ્યવિજયજીએ ભાષ્યકાર તથા વસુદેવસિંડિકાર આચાર્યોને ભિન્નભિન્ન સાબિત કરવા માટે એક વધારે તર્ક આપ્યો છે જે વિશેષ મજબૂત છે. આચાર્ય જિનભદ્રે પોતાના વિશેષણવતી ગ્રંથમાં વસુદેવહિડિ-પ્રથમ ખંડમાં ચિત્રિત ઋષભદેવચરિતની સંગ્રહણી ગાથાઓ બનાવીને તેનો પોતાના ગ્રંથમાં સમાવેશ પણ કર્યો છે. આનાથી એ સાબિત થાય છે કે વસુદેવસહિડિ-પ્રથમ ખંડના પ્રણેતા સંઘદાસગણિ આચાર્ય જિનભદ્રના પૂર્વવર્તી છે. ભાષ્યકાર સંઘદાસગણિ પણ આચાર્ય જિનભદ્રના પૂર્વવર્તી જ છે.
૧. આ ચૂર્ણિ અનુયોગદ્વારના અંગુલ પદ પર છે જે જિનદાસની ચૂર્ણિ તથા હરિભદ્રની વૃત્તિમાં
અક્ષરશઃ ઉદ્ધત છે. ૨. નિર્યુક્તિ-લઘુભાષ્ય-વૃજ્યપેત બૃહત્કલ્પસૂત્ર (છઠ્ઠો ભાગ) : પ્રસ્તાવના, પૃ. ૨૦ ૩. એજન, પૃ. ૨૦-૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org