________________
૧૨૪
અન્ય ભાષ્યકારો :
આચાર્ય જિનભદ્ર અને સંઘદાસગણિને છોડીને અન્ય ભાષ્યકારોના નામોની જાણ હજી સુધી મળી શકી નથી. એ તો નિશ્ચિત છે કે આ બે ભાષ્યકારો સિવાય અન્ય ભાષ્યકારો પણ થયા છે જેમણે વ્યવહારભાષ્ય વગેરેની રચના કરી છે. મુનિ શ્રી પુણ્યવિજયજીના મતાનુસાર ઓછામાં ઓછા ચાર ભાષ્યકાર તો થયા જ છે. તેમનું કથન છે કે એક શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, બીજા શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ, ત્રીજા વ્યવહારભાષ્ય વગેરેના પ્રણેતા અને ચોથા બૃહદ્ભાષ્ય વગેરેના રચિયતા આ પ્રમાણે સામાન્ય રીતે ચાર આગમિક ભાષ્યકાર થયા છે. પ્રથમ બે ભાષ્યકારોના નામની તો આપણને ખબર જ છે. બૃહત્કલ્પ-બૃહદ્ભાષ્યના પ્રણેતા, · જેમનું નામ હજી સુધી અજ્ઞાત છે, તેઓ બૃહત્કલ્પચૂર્ણિકાર તથા બૃહત્કલ્પવિશેષચૂર્ણિકારની પણ પછી થયા છે. આનું કારણ એ છે કે બૃહત્કલ્પલઘુભાષ્યની ૧૯૬૧મી ગાથામાં પ્રતિલેખના સમયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમનું વ્યાખ્યાન કરતાં ચૂર્ણિકાર અને વિશેષચૂર્ણિકારે જે આદેશાંતરોનો અર્થાત્ પ્રતિલેખના સમયે સંબંધ ધરાવતી વિવિધ માન્યતાઓનો ઉલ્લેખ કર્યો છે તેનાથી પણ વધારે નવી-નવી માન્યતાઓનો સંગ્રહ બૃહત્કલ્પ-બૃહદ્ભાષ્યકારે ઉપર્યુક્ત ગાથા સંબંધિત મહાભાષ્યમાં કર્યો છે જે યાકિનીમહત્તરાસૂનુ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિવિરચિત પંચવસ્તુકપ્રકરણની સ્વોપજ્ઞ વૃત્તિમાં ઉપલબ્ધ છે. આનાથી તે સ્પષ્ટ પ્રતીત થાય છે કે બૃહત્કલ્પબૃહદ્ભાષ્યના પ્રણેતા બૃહત્કલ્પચૂર્ણિ તથા વિશેષચૂર્ણિના પ્રણેતાઓની પછી થયા છે. તેઓ આચાર્ય હરિભદ્રસૂરિથી કંઈક પૂર્વવર્તી અથવા સમકાલીન છે. હવે રહી વાત વ્યવહારભાષ્યના પ્રણેતા કોણ અને તેઓ ક્યારે થયા ? આટલું હોવા છતાં પણ એમ નિશ્ચયપૂર્વક કહી શકાય છે કે વ્યવહારભાષ્યકાર જિનભદ્રના પણ પૂર્વવર્તી છે. તેનું પ્રમાણ એ છે કે આચાર્ય જિનભદ્રે પોતાના વિશેષણવતી ગ્રંથમાં વ્યવહારના નામની સાથે જે વિષયનો ઉલ્લેખ કર્યો છે તે વ્યવહારસૂત્રના છઠ્ઠા ઉદ્દેશકના ભાષ્યમાં ઉપલબ્ધ થાય છે. તેનાથી સહજ જ અનુમાન કરી શકાય છે કે
૧
૧. નિર્યુક્તિ-લઘુભાષ્ય-વૃષ્ટુપેત બૃહત્કલ્પસૂત્ર (છઠ્ઠો ભાગ) : પ્રસ્તાવના, પૃ. ૨૧-૨૨. ૨. સૌદો સુવાઢનારો, આસળીવો ય દોડ્ ગળેસિ !
सिंहो मिगद्धओ त्तिय, होइ वसुदेवचरियम्मि ॥
सीहो चेव सुदाढो, जं रायगिहम्मि कविलबडुओ त्ति । सीसइ ववहारे गोयमोवसमिओ स णिक्खंत ||
Jain Education International
આગમિક વ્યાખ્યાઓ
વિશેષણવતી, ૩૩-૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org