________________
૧ ૨૨
આગમિક વ્યાખ્યાઓ રચનાવિષયક કોઈ ઉલ્લેખ નથી. તેઓ કહે છે કે ખંડિત અક્ષરોને આપણે જો કોઈ મંદિરનું નામ માની લઈએ તો આ બંને ગાથાઓમાં કોઈ ક્રિયાપદ મળતું નથી. એવી હાલતમાં તેની શક સંવત ૧૩૧માં રચના થઈ તેવું નિશ્ચયપૂર્વક નથી કહી શકાતું. વધારે સંભવ એવો છે કે તે પ્રતિ તે સમયે લખાઈને તે મંદિરમાં રાખવામાં આવી હોય. આ મતની પુષ્ટિ માટે કેટલાક પ્રમાણ પણ આપી શકાય છે – ( ૧ – આ ગાથાઓ માત્ર જેસલમેરની પ્રતિમાં જ મળે છે, અન્ય કોઈ પ્રતિમાં નહીં. તેનો અર્થ એ થયો કે આ ગાથાઓ મૂલભાષ્યની ન હોતાં પ્રતિ લખાઈ તે સમયની તથા ઉક્ત મંદિરમાં રાખવામાં આવવાના સમયની સૂચક છે. જેસલમેરની પ્રતિ મંદિરમાં રાખવામાં આવેલી પ્રતિના આધારે લખવામાં આવી હોઈ શકે.
૨ – જો આ ગાથાઓને રચનાકાલસૂચક માનવામાં આવે તો તેમની રચના આચાર્ય જિનભદ્ર કરી છે, તે પણ માનવું જ પડશે. એવી સ્થિતિમાં તેમના પરની ટીકા પણ મળવી જોઈએ. પરંતુ વાત એવી નથી. આચાર્ય જિનભદ્ર દ્વારા પ્રારંભમાં કરવામાં આવેલી વિશેષાવશ્યકભાષ્યની સર્વપ્રથમ ટીકામાં અથવા કોટ્યાચાર્ય અને માલધારી હેમચન્દ્રની ટીકાઓમાં આ ગાથાઓની ટીકા નથી મળતી. એટલું જ નહિ પરંતુ આ ગાથાઓના અસ્તિત્વની સૂચના સુદ્ધાં નથી. ( આ પ્રમાણોથી એ જ સાબિત થાય છે કે આ ગાથાઓ આચાર્ય જિનભદ્ર ન લખી હોય પરંતુ તે પ્રતિની નકલ કરવા-કરાવનારાએ લખી હોય. એવી સ્થિતિમાં તે પણ સ્વતઃ સિદ્ધ છે કે આ ગાથાઓમાં નિર્દિષ્ટ સમય-રચના સમય નથી પરંતુ પ્રતિલેખનસમય છે. કોટ્ટાર્યના ઉલ્લેખથી પણ નિશ્ચિત છે કે આચાર્ય જિનભદ્રની અંતિમ કૃતિ વિશેષાવશ્યકભાષ્ય છે. આ ભાષ્યની સ્વોપજ્ઞ ટીકા તેમનું મૃત્યુ થઈ જવાને કારણે પૂર્ણ ન થઈ શકી.
જો વિશેષાવશ્યકભાષ્યની જેસલમેર સ્થિત ઉક્ત પ્રતિનો લેખનસમય શક સંવત પ૩૧ અર્થાત્ વિક્રમ સંવત ૬૬૬ માનવામાં આવે તો વિશેષાવશ્યકભાષ્યનો રચનાસમય તેની પૂર્વેનો જ માનવો પડશે. એ પણ આપણે જાણીએ છીએ કે વિશેષાવશ્યકભાષ્ય આચાર્ય જિનભદ્રની અંતિમ કૃતિ હતી અને તેમની સ્વોપજ્ઞ ટીકા પણ તેમના મૃત્યુના કારણે અપૂર્ણ રહી, એવી દશામાં જો એમ માનવામાં આવે કે જિનભદ્રનો ઉત્તરકાળ વિક્રમ સંવત્ ૬૫૦-૬૬૦ની આસપાસનો રહ્યો હશે તો તે અનુચિત નથી.
આચાર્ય જિનભદ્ર નિમ્નલિખિત ગ્રંથોની રચના કરી છે: ૧. વિશેષાવશ્યકભાષ્ય (પ્રાકૃત પદ્ય), ૨. વિશેષાવશ્યકભાષ્યસ્વોપજ્ઞવૃત્તિ (અપૂર્ણ – સંસ્કૃત ગદ્ય), ૧. ગણધરવાદ પ્રસ્તાવના, પૃ. ૩૨-૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org