________________
ભાષ્ય અને ભાષ્યકાર
૧૨૧
વિધિનું વિધાન કરનાર જીતકલ્પસૂત્રની રચના કરી છે, એવા પર-સમયના સિદ્ધાંતોમાં નિપુણ, સંયમશીલ શ્રમણોના માર્ગના અનુગામી અને ક્ષમાશ્રમણોમાં નિધાનભૂત જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને નમસ્કાર હો.”
આ વર્ણનથી એવું પ્રતીત થાય છે કે જિનભદ્રગણિ આગમોના અદ્વિતીય વ્યાખ્યાતા હતા, ‘યુગપ્રધાન’ પદના ધારક હતા, તત્કાલીન પ્રધાન શ્રુતધરો પણ તેમનું બહુમાન કરતા હતા; શ્રુતિ અને અન્ય શાસ્ત્રોના કુશળ વિદ્વાન હતા. જૈન પરંપરામાં જે જ્ઞાનદર્શનરૂપ ઉપયોગનો વિચાર કરવામાં આવ્યો છે, તેના તેઓ સમર્થક હતા. તેમની સેવામાં અનેક મુનિઓ જ્ઞાનાભ્યાસ કરવા માટે સદા ઉપસ્થિત રહેતા હતા. ભિન્ન-ભિન્ન દર્શનોનાં શાસ્ત્ર, લિપિવિદ્યા, ગણિતશાસ્ત્ર, છંદશાસ્ત્ર, શબ્દશાસ્ત્ર વગેરેના તેઓ અનુપમ પંડિત હતા. તેમણે વિશેષાવશ્યભાષ્ય અને જીતકલ્પસૂત્રની રચના કરી હતી. તેઓ પરસિદ્ધાંતમાં નિપુણ, સ્વાચારપાલનમાં પ્રવીણ અને સર્વ જૈન શ્રમણોમાં મુખ્ય હતા.
ઉત્તરવર્તી આચાર્યોએ પણ આચાર્ય જિનભદ્રનો બહુમાનપૂર્વક નામોલ્લેખ કર્યો છે. તેમના માટે ભાષ્યસુધામ્ભોધિ, ભાષ્યપીયૂષપાથોધિ, ભગવાન્ ભાષ્યકાર, દુ:ખમાન્ધકારનિમગ્નજિનવચનપ્રદીપપ્રતિમ, દલિતકુવાદિપ્રવાદ, પ્રશસ્યભાષ્યસસ્યકાશ્યપીલ્પ, ત્રિભુવનજનપ્રથિતપ્રવચનોપનિષદ્વંદી, સન્દેહસન્દોહશૈલશ્રૃંગભંગદમ્ભોલિ વગેરે વિશેષણોનો પ્રયોગ થયો છે.
આચાર્ય જિનભદ્રના સમય વિષયમાં મુનિ શ્રી જિનવિજયજીનો મત છે કે તેમની મુખ્ય કૃતિ વિશેષાવશ્યકભાષ્યની જેસલમેર સ્થિત પ્રતિના અંતમાં મળતી બે ગાથાઓના આધારે એમ કહી શકાય કે આ ભાષ્યની રચના વિક્રમ સંવત્ ૬૬૬માં થઈ હતી. તે ગાથાઓ આ મુજબ છે :
पंच सता इगतीसा सगणिवकालस्स वट्टमाणस्स । तो चेत्तपुण्णिमाए बुधदिण सातिंमि णक्खत्ते ॥ रज्जेणु पालणपरे सी(लाइ )च्चम्मि णरवरिन्दम्मि । वलभीणगरीए इम महवि....मि जिणभवणे ॥
મુનિ શ્રી જિનવિજયજીએ આ ગાથાઓનો અર્થ આ મુજબ કર્યો છે : શક સંવત્ ૫૩૧ (વિક્રમ સંવત્ ૬૬૬)માં વલભીમાં જે સમયે શીલાદિત્ય રાજ્ય કરતો હતો તે સમયે ચૈત્ર શુક્લા પૂર્ણિમા, બુધવાર અને સ્વાતિ નક્ષત્રમાં વિશેષાવશ્યકભાષ્યની રચના પૂર્ણ થઈ.
પં. શ્રી દલસુખ માલવણિયા આ મતનો વિરોધ કરે છે. તેમની માન્યતા છે કે ઉપર્યુક્ત મત મૂલ ગાથાઓમાંથી ફલિત નથી થતો. તેમના મતાનુસાર આ ગાથાઓમાં ૧. જીતકલ્પચૂર્ણિ, ગા. ૫-૧૦ (જીતકલ્પસૂત્ર : પ્રસ્તાવના, પૃ. ૬-૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org