SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ આગમિક વ્યાખ્યાઓ તિર્લફપરિગૃહીત.'માસકલ્પપ્રકૃત સૂત્રોની વ્યાખ્યા કરતાં ગ્રામ, નગર, ખેડ, કર્બટક, મડબ, પત્તન, આકર, દ્રોણમુખ, નિગમ, રાજધાની, આશ્રમ, નિવેશ, સંબોધ, ઘોષ, અંશિકા વગેરે પદોનું નિક્ષેપ પદ્ધતિથી વિવેચન કરવામાં આવ્યું છે. આગળની કેટલીક ગાથાઓમાં જિનકલ્પિક અને સ્થવિરકલ્પિકના આહાર-વિહારની ચર્ચા છે. વ્યવશમનપ્રકૃત સૂત્રની નિર્યુક્તિ કરતાં આચાર્ય કહે છે કે ક્ષમિત, વ્યવશમિત, વિનાશિત અને ક્ષપિત એકાર્થબોધક પદો છે. પ્રાભૃત, પ્રહણક અને પ્રણયક એકાર્યવાચી છે. પ્રથમ ઉદેશના અંતમાં આર્યક્ષેત્રપ્રકૃત સૂત્રનું વ્યાખ્યાન છે જેમાં આર્ય' પદનો નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, જાતિ, કુલ, કર્મ, ભાષા, શિલ્પ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર – આ બાર પ્રકારના નિક્ષેપોથી વિચાર કરવામાં આવ્યો છે. આર્યક્ષેત્રની મર્યાદા ભગવાન મહાવીરના સમયથી જ છે, આ વાતનું નિરૂપણ કરતાં આર્યક્ષેત્રની બહાર વિચરણ કરવાથી લાગનારા દોષોનું સ્કંદકાચાર્યના દષ્ટાન્ત સાથે દિગ્દર્શન કરવામાં આવ્યું છે. સાથે જ જ્ઞાન, દર્શન, ચારિત્રની રક્ષા અને વૃદ્ધિ માટે આર્યક્ષેત્રની બહાર વિચરવાની આજ્ઞા પણ આપવામાં આવી છે, જેનું સંપ્રતિરાજના દૃષ્ટાન્તથી સમર્થન કરવામાં આવ્યું છે. આ જ રીતે આગળના ઉદ્દેશકોનું પણ નિક્ષેપ-પદ્ધતિથી વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. ૩, ગા. ૨૬૭૮ ૧. ૪. ગા. ૮૯૧-૨. ગા. ૩૨૬૩. ૨. ગા. ૧૦૮૮-૧૧૨૦. ૫, ગા. ૩ર૭૧-૩૨૮૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy