________________
નવમ પ્રકરણ
વ્યવહારનિર્યુક્તિ વ્યવહાર સૂત્ર અને બૃહત્કલ્પ સૂત્ર એકબીજાના પૂરક છે. જે રીતે બૃહત્કલ્પમાં શ્રમણ-જીવનની સાધના માટે આવશ્યક વિધિ-વિધાન, દોષ, અપવાદ વગેરેનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે જ રીતે વ્યવહારસૂત્રમાં પણ આ જ વિષયો સંબંધિત ઉલ્લેખો છે. આ જ કારણ છે કે વ્યવહાર-નિર્યુક્તિમાં પણ અધિકતર એ જ અથવા એ જ પ્રકારના વિષયોનું વિવેચન છે જે બૃહત્કલ્પનિયુક્તિમાં મળે છે. આ રીતે બંને નિર્યુક્તિઓ પરસ્પર પૂરક છે. વ્યવહારનિર્યુક્તિ પણ ભાષ્યમિશ્રિત અવસ્થામાં જ મળે છે.
૧. નિર્યુક્તિ-ભાષ્ય-મલયગિરિવિવરણસહિત–પ્રકાશક: કેશવલાલ પ્રેમચંદ મોદી તથા ત્રિકમલાલ
ઉગરચંદ, અમદાવાદ, વિ.સં. ૧૯૮૨-૫.
Jai Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org