________________
અષ્ટમ પ્રકરણ
બૃહત્કલ્પનિર્યુક્તિ આ નિર્યુક્તિ' ભાષ્યમિશ્રિત અવસ્થામાં મળે છે. આમાં સર્વપ્રથમ તીર્થકરોને નમસ્કાર કરવામાં આવ્યો છે. ત્યાર પછી જ્ઞાનના વિવિધ ભેદોનો નિર્દેશ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જ્ઞાન અને મંગલમાં કથંચિત ભેદ અને કથંચિત અભેદ છે. મંગલ ચાર પ્રકારનું છે : નામમંગલ, સ્થાપનામંગલ, દ્રવ્યમંગલ અને ભાવમંગલ. આ રીતે મંગલનું નિક્ષેપ-પદ્ધતિએ વ્યાખ્યાન કરવામાં આવ્યું છે અને સાથે જ જ્ઞાનના ભેદોની ચર્ચા કરવામાં આવી છે.
અનુયોગનો નિક્ષેપ કરતાં કહેવામાં આવ્યું છે કે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, વચન અને ભાવ – આ સાત ભેદો વડે અનુયોગનો નિક્ષેપ થાય છે.' નિરુક્તનો અર્થ છે નિશ્ચિત ઉક્ત. તે બે પ્રકારનું છે. સૂત્રનિરુક્ત અને અર્થનિરુક્ત.' અનુયોગનો અર્થ આ મુજબ છે : અનુ અર્થાત્ પશ્ચાદ્ભૂત જે યોગ છે તે અનુયોગ છે. અથવા અણુ અર્થાત્ સ્તોકરૂપ જે યોગ છે તે અનુયોગ છે. કેમકે તે પાછળથી થાય છે અને સ્તોકરૂપે હોય છે એટલા માટે જ તેને અનુયોગ કહે છે. કલ્પના ચાર અનુયોગદ્વાર છે : ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય.
કલ્પ અને વ્યવહારનું શ્રવણ અને અધ્યયન કરનાર બહુશ્રુત, ચિરપ્રવ્રજિત, કલ્પિક, અચંચલ, અવસ્થિત, મેધાવી, અપરિશ્રાવી, વિદ્વાનું, પ્રામાનુજ્ઞાત અને ભાવપરિણામક હોય છે.
પ્રથમ ઉદેશકના પ્રારંભમાં પ્રલંબસૂત્રનો અધિકાર છે. તેની સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ કરતાં કહેવામાં આવ્યું છે કે આદિ નકાર, ગ્રંથ, આમ, તાલ, પ્રલંબ અને ભિન્ન – આ બધા પદોનો નામાદિ ભેદથી ચાર પ્રકારે નિક્ષેપ થાય છે. ત્યાર પછી પ્રલંબગ્રહણ સાથે સંબંધ રાખનાર પ્રાયશ્ચિત્તોનું વર્ણન કરવામાં આવ્યું છે. તત્રગ્રહણનું વિવેચન કરતાં કહેવામાં આવ્યું છે કે તત્રગ્રહણ બે પ્રકારનું હોય છે : સપરિગ્રહ અને અપરિગ્રહ. સપરિગ્રહ ત્રણ પ્રકારનું છે : દેવપરિગૃહીત, મનુષ્યપરિગૃહીત અને
૧. નિર્યુક્તિ-લઘુભાષ્યવૃત્તિ સાહીત – સંપાદક મુનિ ચતુરવિજય તથા પુણ્યવિજય; પ્રકાશક: જૈન
આત્માનન્દ સભા, ભાવનગર, સન્ ૧૯૩૩-૧૯૪૨. * ૨. ગા. ૧. ૩. ગા. ૩-૫. ૪. ગા. ૧૫૧. ૫. વ. ૧૮૮ ૬. ગા. ૧૯૦. ૭, ગા. ૨૫૬, ૮, ગા. ૪૦૦-૧, ૯. ગા. ૮૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org