________________
દશાશ્રુતસ્કંધનિર્યુક્તિ
૧ ૧૧ બતાવ્યા છે. આચારનું અધ્યયન કરવાથી શ્રમણધર્મનું જ્ઞાન થાય છે, આથી આચારને પ્રથમ ગણિસ્થાન આપવામાં આવ્યું છે. સંપદા બે પ્રકારની હોય છે : દ્રવ્યસંપદા અને ભાવસંપદા. શરીરસંપદા દ્રવ્યસંપદા છે. આચાર વગેરે ભાવસંપદા
ચિત્તસમાધિસ્થાન નામના પાંચમા અધ્યયનની નિર્યુક્તિમાં “ચિત્ત' અને સમાધિનું નિક્ષેપપૂર્વક વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. ચિત્ત નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપથી ચાર પ્રકારનું છે. એ જ રીતે સમાધિ પણ ચાર પ્રકારની છે. ભાવચિત્તની સમાધિ જ ભાવસમાધિ છે. રાગદ્વેષરહિત ચિત્ત જ્યારે વિશુદ્ધ ધર્મધ્યાનમાં લીન થાય છે ત્યારે તેની સમાધિને ભાવસમાધિ કહેવામાં આવે છે.
ઉપાસકપ્રતિમા નામના છઠ્ઠા અધ્યયનની નિર્યુક્તિમાં “ઉપાસક અને પ્રતિમા'નું નિક્ષેપપૂર્વક વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. ઉપાસક ચાર પ્રકારનો હોય છે : દ્રવ્યોપાસક, તદર્થોપાસક, મોહોપાસક અને ભાવોપાસક. જે સમ્યગ્દષ્ટિ છે તથા શ્રમણની ઉપાસના કરે છે તે ભાવોપાસક છે. તેને શ્રમણ પણ કહે છે. પ્રતિમા નામાદિ ચાર પ્રકારની છે. સગુણધારણાનું નામ ભાવ પ્રતિમા છે. તે બે પ્રકારની છે: ભિક્ષુપ્રતિમા અને ઉપાસકપ્રતિમા. ભિક્ષુપ્રતિમાઓ બાર છે. ઉપાસકપ્રતિમાઓની સંખ્યા અગિયાર છે. પ્રસ્તુત અધિકાર ઉપાસકપ્રતિમાનો છે.
સાતમા અધ્યયનમાં ભિક્ષુપ્રતિમાનો અધિકાર છે. ભાવભિક્ષુની પ્રતિમા પાંચ પ્રકારની હોય છે: સમાધિપ્રતિમા, ઉપધાનપ્રતિમા, વિવેકપ્રતિમા, પ્રતિસંલીનપ્રતિમા અને એકવિહારપ્રતિમા :
समाहि उवहाणे य विवेगपडिमाइआ ।
पनिसलीणा य तहा एगविहारे अ पंचमिआ ॥ આઠમા અવયનની નિયુક્તિમાં પર્યુષણાકલ્પનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. પરિવસના, પર્યુષણા, પર્યપશમના, વર્ષાવાસ, પ્રથમસમસરણ, સ્થાપના અને જયેષ્ઠગ્રહ એકાર્થક છે :
__ पडिवसणा पज्जुसणा, पज्जोसमणा य वासवासो य । - पढमसमोसरणं ति य ठवणा जेट्ठोग्गहेगट्ठा ॥ સાધુઓ માટે વર્ષા ઋતુમાં ચાર માસ સુધી એક સ્થાન પર રહેવાનું જે વિધાન છે તેનું જ નામ વર્ષાવાસ છે. તેમણે હેમંતના ચારમાસ અને ગ્રીષ્મના ચાર માસ આ આઠ મહિનામાં ભિન્ન-ભિન્ન સ્થાનોમાં વિચરવું જોઈએ.
નવમા અધ્યયનમાં મોહનીયસ્થાનનો અધિકાર છે. મોહ નામાદિ ચાર પ્રકારનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org