________________
સપ્તમ પ્રકરણ
દશાશ્રુતસ્કંધનિયુક્તિ
આ નિર્યુક્તિ દશાશ્રુતસ્કંધ નામના છેદસૂત્ર પર છે. પ્રારંભમાં નિર્યુક્તિકારે દશા, કલ્પ અને વ્યવહાર સૂત્રના કર્તા, ચરમ સકલશ્રુતજ્ઞાની, પ્રાચીનગોત્રીય ભદ્રબાહુને નમસ્કાર કર્યા છે :
वंदामि भद्दबाहु, पाईणं चरमसयलसुअनाणि ।
सुत्तस्स कारगमिसिं, दसासु कप्पे अ ववहारे ॥
ત્યારબાદ ‘એક’ અને ‘દશ’નું નિક્ષેપ-પદ્ધતિથી વ્યાખ્યાન કરવામાં આવ્યું છે તથા દશાશ્રુતસ્કંધના દસ અધ્યયનોના અધિકારોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પ્રથમ અધ્યયન અસમાધિસ્થાનની નિર્યુક્તિમાં દ્રવ્ય અને ભાવસમાયે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે તથા સ્થાનના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, અદ્ધા, ઊર્ધ્વ, ચર્યા, વસતિ, સંયમ, પ્રગ્રહ, યોધ, અચલ, ગણન, સંધાન અને ભાવ – આ પંદર નિક્ષેપોનો ઉલ્લેખ કર્યો છે :
नामं ठवणा दविए खेत्तद्धा उड्डओ चरई वसही । संजम पग्गह जोहो अचल गणण संधणा भावे ॥
દ્વિતીય અધ્યયન શબલની નિયુક્તિમાં શબલનું નામાદિ ચાર નિક્ષેપોથી વ્યાખ્યાન કરવામાં આવ્યું છે અને બતાવવામાં આવ્યું છે કે આચારથી ભિન્ન અર્થાત્ અંશતઃ પતિત થયેલી વ્યક્તિ ભાવશબલ છે.
તૃતીય અધ્યયન આશાતનાની નિર્યુક્તિમાં બે પ્રકારની આશાતનાની વ્યાખ્યા છેઃ મિથ્યાપ્રતિપાદનસંબંધી અને લાભસંબંધી (આસાવળા ૩ યુવિા મિચ્છાપડિવાળા ય નામે ઞ). લાભસંબંધી આશાતનાના પુનઃ નામાદિ છ ભેદ થાય છે.
ચતુર્થ અધ્યયન ગણિસંપદાની નિર્યુક્તિમાં ‘ગણિ’ અને ‘સંપદા’ પદોનો નિક્ષેપપૂર્વક વિચાર કરવામાં આવ્યો છે. નિર્યુક્તિકારે ગણિ અને ગુણીને એકાર્થક
૧.
આ પરિચય મુનિશ્રી પુણ્યવિજયજીના અસીમ સૌજન્યથી મળેલ દશાશ્રુતસ્કંધચૂર્ણિની હસ્તલિખિત પ્રતિની નિર્યુક્તિ-ગાથાઓના આધારે લખવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org