________________
ષષ્ઠ પ્રકરણ
સૂત્રકૃતાંગનિર્યુક્તિ આ નિર્યુક્તિ માં ૨૦૫ ગાથાઓ છે. ગાથા ૧૮ અને ૨૦માં “સૂત્રકૃતાંગ' શબ્દનો વિચાર કરવામાં આવ્યો છે. ગાથા ૬૬-૬૭માં પંદર પ્રકારના પરમાધાર્મિકોનાં નામ ગણાવવામાં આવ્યા છે : અંબ, અંબરીષ, શ્યામ, શબલ, રુદ્ર, અવરુદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધનુષ, કુંભ, વાલુક, વૈતરણી, ખરસ્વર અને મહાઘોષ. આગળની કેટલીક ગાથાઓમાં નિર્યુક્તિકારે એ દર્શાવ્યું છે કે તેઓ નરકવાસીઓને કઈ રીતે સતાવે છે, કઈ-કઈ યાતનાઓ પહોંચાડે છે. ગાથા ૧૧૯માં આચાર્યે નિમ્નલિખિત ૩૬૩ મતાંતરોનો નિર્દેશ કર્યો છે: ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી અને ૩૨ વૈનાયિક. ગાથા ૧૨૭-૧૩૧માં શિષ્ય અને શિક્ષકના ભેદ-પ્રભેદોનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
આ વિષયો સિવાય પ્રસ્તુત નિર્યુતિમાં અનેક પદોનું નિક્ષેપ-પદ્ધતિથી વિવેચન કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે ગાથા, ષોડશ, શ્રત, સ્કંધ, પુરુષ, વિભક્તિ, સમાધિ, માર્ગ, આદાન, ગ્રહણ, અધ્યયન, પુંડરીક, આહાર, પ્રત્યાખ્યાન, સૂત્ર, આર્ટ વગેરે શબ્દોનો નામાદિ નિક્ષેપોથી વિચાર કરવામાં આવ્યો છે. આ નિર્યુક્તિમાં પર્યાયવાચક શબ્દો તરફ વિશેષ ધ્યાન નથી આપવામાં આવ્યું. “આર્ત પદની વ્યાખ્યા કરતી વખતે આદ્રની જીવન-કથા પણ આપવામાં આવી છે. અંતમાં નાલંદા અધ્યયનની નિર્યુક્તિ કરતી વખતે “અલમ' શબ્દની નામાદિ ચાર પ્રકારના નિક્ષેપોથી વ્યાખ્યા કરવામાં આવી છે અને દર્શાવવામાં આવ્યું છે કે રાજગૃહ નગરની બહાર નાલંદા વસેલું છે.
૧. (અ) શીલાંકકૃત ટીકા સહિત– આગમોદય સમિતિ, મુંબઈ, સન્ ૧૯૧૭.
(બ) સૂત્રસહિત – સંપાદક : ડૉ. પી. એલ. વૈદ્ય, પૂના, સન્ ૧૯૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org