SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ આગમિક વ્યાખ્યાઓ જોઈએ. આ પ્રસંગમાં આચાર્યે જૈન પરંપરામાં આવનારી અનેક મહત્ત્વપૂર્ણ તથા શિક્ષાપ્રદ કથાઓનું સંકલન કર્યું છે. ત્રીજા અધ્યયનનું નામ ચતુરંગીય છે. એકના વિના ચાર નથી થતા આથી નિર્યુક્તિકાર સર્વપ્રથમ ‘એક’નો નિક્ષેપ-પદ્ધતિએ વિચાર કરે છે. આના માટે સાત પ્રકારના “એકક'નો નિર્દેશ કરે છે : ૧, નામૈકક, ૨. સ્થાપનૈકક, ૩. દ્રશૈકક, ૪. માતૃકાપર્દકક, ૫. સંગ્રહકક, ૬. પર્યવૈકક અને ૭. ભાવૈકક. “એકકની વિસ્તૃત વ્યાખ્યા દશવૈકાલિકનિર્યુક્તિમાં થઈ ચૂકી છે. “ચતુષ્ક' અર્થાત્ ચારનો સાત પ્રકારનો નિક્ષેપ છે : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ગણના અને ભાવ. પ્રસ્તુત અધિકાર ગણનાનો છે. અંગ”નો નિક્ષેપ ચાર પ્રકારનો છે : નામાંગ, સ્થાપનાંગ, દ્રવ્યાંગ અને ભાવાંગ. આમાંથી દ્રવ્યાંગ છ પ્રકારનું હોય છે : ૧. ગંધાંગ, ૨. ઔષધાંગ, ૩. મદ્યાંગ, ૪. આતોદ્યાંગ, ૫. શરીરાંગ અને ૬. યુદ્ધાંગ. ગંધાંગ નિમ્નલિખિત છે : જમદગ્નિજટા (વાલક), હરેણુકા (પ્રિયંગુ), શબરનિવસનક (તમાલપત્ર), સપિત્રિક, મલ્લિકાવાસિત, ઓસીર, ડ્રીબેર, ભદ્રદારુ (દેવદાર), શતપુષ્પા, તમાલપત્ર. આમનું માહાસ્ય એ જ છે કે આમનાથી સ્નાન અને વિલેપન કરવામાં આવે છે. વાસવદત્તાએ ઉદયનને હૃદયમાં રાખતાં આનું સેવન કર્યું હતું.' ઔષધોગની ગુટિકામાં પિડદાર, હરિદ્રા, મહેન્દ્રફલ, સુઠી, પિપ્પલી, મરિચ, આર્ટ, બિલ્વમૂલ અને પાણી – આ આઠ વસ્તુઓ ભેગી કરેલી હોય છે. આનાથી કંડુ, તિમિર, અર્ધ્વશિરોરોગ, પૂર્ણશિરોરોગ, તાર્જાયીક અને ચાતુર્થિક જવર (ત્રીજા અને ચોથા દિવસે આવનાર તાવ), મૂષક અને સર્પદંશ તરત જ દૂર થઈ જાય છે. દ્રાક્ષાના સોળ ભાગ (સોળ દ્રાક્ષ), ધાતકીપુષ્પના ચાર ભાગ અને એક આઢક ઇશુરસ – આનાથી મદ્યાંગ બને છે. આઢકનું માપ માગધ માપથી સમજવું જોઈએ. એક મુકુંદાર્ય, એક અભિમારદારુક, એક શાલ્મલીપુષ્પ – આમના બંધથી આમોડક અર્થાત્ પુષ્પોન્મિશ્ર વાલબંધવિશેષ થાય છે. આ જ આતોદ્યોગ છે. હવે શરીરાંગનાં નામ બતાવે છે. શિર, ઉર, ઉદર, પીઠ, બાહુ (બે) અને ઉરુ (બ) – આ આઠ અંગ છે. શેષ અંગોપાંગ છે. ૧. ગા. ૮૯-૧૪૧. ૪. • ગા. ૧૪૪-૫, ૭. ગા. ૧૫૧. ૨. ગા. ૧૪૨. ૫. ગા. ૧૪૬-૮, ૮. ગા. ૧૫૨. ૩. ગા. ૧૪૩. ૬. ગા. ૧૪૯-૧૫૦. ૯, ગા. ૧પ૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy