________________
ઉત્તરાધ્યયનનિર્યુક્તિ
૯૯ યુદ્ધાંગ આ છે : યાન (હસ્યાદિ), આવરણ (કવચાદિ), પ્રહરણ (ખજ્ઞાદિ), કુશલત્વ (પ્રવીણતા), નીતિ, દક્ષત્વ (આશુકારિત્વ), વ્યવસાય, શરીર (અંહીનાંગ) અને આરોગ્ય. અહીં સુધી દ્રવ્યાંગનું વ્યાખ્યાન છે.
ભાવાંગ બે પ્રકારનું છે : શ્રુતાંગ અને નોશ્રુતાંગ. શ્રુતાંગ આચારાદિ ભેદથી બાર પ્રકારનું છે. નોશ્રુતાગ ચાર પ્રકારનું છે. આ ચાર પ્રકાર જ ચતુરંગીયના રૂપે પ્રસિદ્ધ છે. સંસારમાં આ ચાર ભાવાંગ દુર્લભ છે : માનુષ્ય, ધર્મશ્રુતિ, શ્રદ્ધા અને વીર્ય (તપ અને સંયમમાં પરાક્રમ).
અંગ, દશભાગ, ભેદ, અવયવ, અસફળ, ચૂર્ણ, ખંડ, દેશ, પ્રદેશ, પર્વ, શાખા, પટલ, પર્યવખિલ – આ બધા શરીરાંગના પર્યાયો છે. સંયમના પર્યાયો આ છે : દયા, સંયમ, લજ્જા, જુગુપ્સા, અછલના, તિતિક્ષા, અહિંસા અને ફ્રી.
આગળ નિર્યુક્તિકારે ઉદાહરણોની મદદથી એ બતાવ્યું છે કે મનુષ્યભવની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે, મનુષ્યભવ પ્રાપ્ત થઈ ગયા બાદ પણ ધર્મશ્રુતિ કેટલી મુશ્કેલ છે, ધર્મશ્રુતિનો લાભ થવા છતાં પણ તેની પર શ્રદ્ધા કરવી કેટલી મુશ્કેલ છે, શ્રદ્ધા થઈ ગયા છતાં પણ તપ અને સંયમમાં વીર્ય અર્થાત પરાક્રમ કરવું તો તેનાથી પણ મુશ્કેલ છે. શ્રદ્ધાની ચર્ચા કરતી વખતે જમાલિમભૂતિ સાત નિદ્વવોનો પરિચય આપવામાં આવ્યો છે.'
ચતુર્થ અધ્યયનનું નામ “અસંસ્કૃત” છે. તેની નિયુક્તિ કરતી વખતે સર્વપ્રથમ પ્રમાદ અને અપ્રમાદ બંનેનો નિક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રમાદ અને અપ્રમાદ બંને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર પ્રકારના હોય છે. આમાંથી દ્રવ્ય અને ભાવપ્રમાદ પાંચ પ્રકારના હોય છે : મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. અપ્રમાદના પણ પાંચ પ્રકાર છે જે આનાથી વિપરીત છે.
જે ઉત્તરકરણથી કત અર્થાત નિવર્તિત છે તે સંસ્કૃત છે. બાકીના અસંસ્કૃત છે. કરણનો નિક્ષેપ છ પ્રકારનો હોય છે : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. દ્રવ્યકરણ બે પ્રકારનું હોય છે : સંજ્ઞાકરણ અને નોસંજ્ઞાકરણ. સંજ્ઞાકરણ ફરી ત્રણ પ્રકારનું છે : કટકરણ, અર્થકરણ અને વેલુકરણ. નોસંજ્ઞાકરણ બે પ્રકારનું છે : પ્રયોગકરણ અને વિશ્રસાકરણ. વિશ્રસાકરણના વળી બે ભેદ છે : સાદિક અને અનાદિક. અનાદિક ત્રણ પ્રકારનું છે: ધર્મ, અધર્મ અને આકાશ. સાદિક બે પ્રકારનું છે : ચક્ષ:સ્પર્શ અને અચક્ષ:સ્પર્શ. પ્રયોગકરણના બે ભેદ છે : જીવપ્રયોગકરણ અને
૩. ગા. ૧૫૭-૮.
૧. ગા. ૧૫૪. ૪. ગા. ૧૫૯-૧૭૮.
૨. ગા.૧૫૫-૬, ૫. ગા. ૧૭૯-૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org