________________
ઉત્તરાધ્યયનનિયુક્તિ
ઉત્તરાધ્યયનનો પિંડાર્થ અર્થાત્ સમુદાયાર્થ આપવામાં આવ્યો છે. આગળ પ્રત્યેક અધ્યયનનું વિશેષ વ્યાખ્યાન કરવામાં આવ્યું છે.
પ્રથમ અધ્યયનનું નામ વિનયશ્રુત છે. ‘વિનય’નો વિચાર પહેલાં જ થઈ ચૂક્યો છે.' ‘શ્રુત’નો નામાદિ ચાર પ્રકારનો નિક્ષેપ થાય છે. નિહ્નવાદિ દ્રવ્યશ્રુત છે. જે શ્રુતમાં ઉપયુક્ત છે તે ભાવશ્રુત છે. તેની પછી ‘સંયોગ’ શબ્દની અતિ વિસ્તૃત વ્યાખ્યા કરતાં આચાર્યે છ તથા બે પ્રકારના નિક્ષેપથી ‘સંયોગ’ની અતિ વિસ્તૃત વ્યાખ્યા કરી છે. આમાં સંસ્થાન, અભિપ્રેત, અનભિપ્રેત, અભિલાપ, સમ્બન્ધન, અનાદેશ, આદેશ, આત્મસંયોગ, બાહ્યસંયોગ વગેરે વિષયોનું બહુ વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. વિનયના પ્રસંગમાં આચાર્ય અને શિષ્યના ગુણોનું વર્ણન કરતાં બતાવવામાં આવ્યું છે કે આ બંનેનો સંયોગ કેવી રીતે થાય છે. સંબન્ધનસંયોગ સંસારનો હેતુ છે કેમકે તે કર્મપાશનું કારણ બને છે. તેને નષ્ટ કરીને જીવ મુક્તિનો વાસ્તવિક આનંદ ભોગવે છે.૪
3
વિનયશ્રુતની બારમી ગાથામાં ‘ગલિ’ શબ્દ આવે છે. આના પર્યાયવાચી શબ્દો આ છે : ગણ્ડિ, ગલિ, મરાલિ. ‘આકીર્ણ' શબ્દના પર્યાયો આ છે : આકીર્ણ, વિનીત, ભદ્રક.૫ ‘ગલિ’નો પ્રયોગ અવિનીત માટે છે અને ‘આકીર્ણ’નો પ્રયોગ વિનીત માટે.
62
બીજા અધ્યયનનું નામ પરીષહ છે. પરીષહનો ન્યાસ અર્થાત્ નિક્ષેપ ચાર પ્રકારનો છે. આમાંથી દ્રવ્યનિક્ષેપ બે પ્રકારનો છે : આગમરૂપ, નોઆગમરૂપ. નોઆગમ પરીષહ ફરી ત્રણ પ્રકારનો છે : જ્ઞાયકશરીર, ભવ્ય અને તદ્યતિરિક્ત. કર્મ અને નોકર્મરૂપથી દ્રવ્યપરીષહ બે પ્રકારનો પણ હોય છે. નોકર્મરૂપ દ્રવ્યપરીષહ સચિત્ત, અચિત્ત અને મિશ્રરૂપથી ત્રણ પ્રકારનો છે. ભાવપરીષહમાં કર્મનો ઉદય થાય છે. તેના દ્વાર આ છે ઃ કુતઃ (ક્યાંથી) કસ્ય (કોનું), દ્રવ્ય, સમવતાર, અધ્યાસ, નય, વર્તના, કાલ, ક્ષેત્ર, ઉદ્દેશ, પૃચ્છા, નિર્દેશ અને સૂત્રસ્પર્શ." બાદરસમ્પરાય ગુણસ્થાનમાં બાવીસ, સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનમાં ચૌદ, છદ્મસ્થવીતરાગ ગુણસ્થાનમાં પણ ચૌદ અને કેવલી અવસ્થામાં અગિયાર પરીષહ હોય છે.
ક્ષુત્પિપાસા વગેરે પરીષહોની વિશેષ વ્યાખ્યા કરતાં નિર્યુક્તિકારે વિવિધ ઉદાહરણો દ્વારા એ સમજાવ્યું છે કે શ્રમણે કઈ રીતે આ પરીષહો સહન કરવા
૧. દશવૈકાલિક, અધ્યયન ૯ (વિનયસમાધિ)ની નિર્યુક્તિ.
૨.
ગા. ૨૯.
૩. ગા. ૩૦-૫૭.
૪. ગા. ૬૨.
૫.
ગા. ૬૪,
૬. ગા. ૬૫-૮.
૭. ગા. ૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org