________________
પતુર્થ પ્રકરણ
ઉત્તરાધ્યયનનિર્યુક્તિ આ નિર્યુક્તિ માં ૬૦૭ ગાથાઓ છે. અન્ય નિયુક્તિઓની જેમ આમાં પણ અનેક પારિભાષિક શબ્દોનું નિક્ષેપ-પદ્ધતિથી વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. આ જ રીતે અનેક શબ્દોના વિવિધ પર્યાયો પણ આપવામાં આવ્યા છે.
સર્વપ્રથમ આચાર્ય ઉત્તરાધ્યયન' શબ્દની વ્યાખ્યા કરતાં ‘ઉત્તર' પદનો પંદર પ્રકારના નિક્ષેપોથી વિચાર કરે છે : ૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય, ૪. ક્ષેત્ર, ૫. દિશા, ૬. તાપક્ષેત્ર, ૭. પ્રજ્ઞાપક, ૮. પ્રતિ, ૯. કાલ, ૧૦. સંચય, ૧૧. પ્રધાન, ૧૨. જ્ઞાન, ૧૩. ક્રમ, ૧૪. ગણના અને ૧૫. ભાવ. ઉત્તરાધ્યયન'માં “ઉત્તર'નો અર્થ ક્રમોત્તર સમજવો જોઈએ.' ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાન જિનેન્દ્ર છત્રીસ અધ્યયનોનો ઉપદેશ આપ્યો છે.”
અધ્યયન' પદનું નિક્ષેપપૂર્વક વ્યાખ્યાન કરતાં નિર્યુક્તિકાર કહે છે કે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ – આ ચાર વારોથી “અધ્યયન'નો વિચાર થઈ શકે છે. ભાવાધ્યયનની વ્યાખ્યા આ પ્રમાણે છે : પ્રારબ્ધ તથા બધ્યમાન કર્મોના અભાવથી આત્માનું જે પોતાના સ્વભાવમાં આનયન અર્થાત્ લઈ જવું એ જ અધ્યયન છે. જેનાથી જીવાદિ પદાર્થોનો અધિગમ અર્થાત્ પરિચ્છેદ થાય છે અથવા જેનાથી અધિક નયન અર્થાત વિશેષ પ્રાપ્તિ થાય છે અથવા જેનાથી શીધ્ર જ અભીષ્ટ અર્થની સિદ્ધિ થાય છે તે જ અધ્યયન છે. કેમકે અધ્યયનથી અનેક ભવોથી એકઠી થતી આઠ પ્રકારની કર્મરજનો ક્ષય થાય છે એટલા માટે તેને ભાવાધ્યયન કહે છે. અહીં સુધી ‘ઉત્તરાધ્યયન'નું વ્યાખ્યાન છે. ત્યાર બાદ આચાર્ય “શ્રુતસ્કન્ધ'નો નિક્ષેપ કરે છે કેમકે ઉત્તરાધ્યયનસૂત્ર શ્રુતસ્કન્ધ છે. તદનન્તર છત્રીસ અધ્યયનોનાં નામ ગણાવે છે તથા તેમના વિવિધ અધિકારોનો નિર્દેશ કરે છે. અહીં સુધી સંક્ષેપમાં
૧. શાન્તિસૂરિકૃત શિષ્યહિતા-ટીકા સહિત–દેવચન્દ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ૧૯૧૯-.
૧૯૨૭. ૨. ગા. ૧. ૩. ગા. ૩. ૪. ગા. ૪. ૫. ગા. પ-૭. ૬. ગા. ૧૧ ૭. ગા. ૧૨-૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org