________________
દશવૈકાલિકનિર્યુક્તિ
૯૫ અષ્ટમ અધ્યયનનું નામ આચારપ્રણિધિ છે. આચારનો નિક્ષેપ પહેલાં જ થઈ ચૂક્યો છે. પ્રસિદ્ધિ બે પ્રકારની છે : દ્રવ્યપ્રણિધિ અને ભાવપ્રસિધિ. નિધાનાદિ દ્રવ્યમણિધિ છે. ભાવપ્રસિધિના બે ભેદ છે : ઈન્દ્રિયપ્રણિધિ અને નોઈન્દ્રિયપ્રસિધિ. એ ફરી પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી બે પ્રકારની હોય છે.
વિનયસમાધિ નામના નવમા અધ્યયનની નિયુક્તિમાં આચાર્ય ભાવવિનયના પાંચ ભેદ કરે છે : લોકોપચાર, અર્થનિમિત્ત, કામહેતુ, ભયનિમિત્ત અને મોક્ષનિમિત્ત. મોક્ષનિમિત્તક વિનય પાંચ પ્રકારનો છે : દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને ઉપચારસંબંધી.
દસમા અધ્યયનનું નામ સભિક્ષુ છે. સકારનો નિક્ષેપ નામાદિ ચાર પ્રકારનો છે. દ્રવ્યસકાર પ્રશંસાદિવિષયક છે. ભાવસકાર તદુપયુક્ત જીવ છે. નિર્દેશ, પ્રશંસા અને અસ્તિભાવમાં સકારનો પ્રયોગ થાય છે. પ્રસ્તુત અધ્યયનમાં નિર્દેશ અને પ્રશંસાનો અધિકાર છે. ભિક્ષુનો નિક્ષેપ પણ નામાદિ ચાર પ્રકારનો છે. ભાવભિક્ષુના બે પ્રકાર છે : આગમત અને નોઆગમત. ભિક્ષુપદાર્થમાં ઉપયુક્ત આગમત: ભાવભિક્ષુ છે. ભિક્ષુગુણસંવેદક નોઆગમતઃ ભાવભિક્ષુ છે. ભિક્ષુના પર્યાય આ છે : તીર્ણ, તાયી, દ્રવ્ય, વ્રતી, શાંત, દાંત, વિરત, મુનિ, તાપસ, પ્રજ્ઞાપક, ઋજુ, ભિક્ષુ, બુદ્ધ, યતિ, વિદ્વાન્, પ્રવ્રજિત, અનગાર, પાચંડી, ચરક, બ્રાહ્મણ, પરિવ્રાજક, શ્રમણ, નિર્ચન્થ, સંયત, મુક્ત, સાધુ, રુક્ષ, તીરાર્થી. આમાંથી અધિકાંશ શબ્દો શ્રમણ’ના પર્યાયોમાં આવી ચૂક્યા છે.
ચૂલિકાઓની નિયુક્તિ કરતાં કહેવામાં આવ્યું છે કે “ચૂલિકા”નો નિક્ષેપ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવપૂર્વક થાય છે. કુકુટચૂડા વગેરે સચિત્ત દ્રવ્યચૂડા છે, મણિચૂડા વગેરે અચિત્ત દ્રવ્યચૂડા છે અને મયૂરશિખા વગેરે મિશ્ર દ્રવ્યચૂડા છે. ભાવચૂડા લાયોપથમિક ભાવરૂપ છે. “રતિ’નો નિક્ષેપ નામાદિ ચાર પ્રકારનો છે. જે રતિ કર્મના ઉદયને કારણે થાય છે તે ભાવરતિ છે. જે ધર્મ પ્રત્યે રતિકારક છે તે અધર્મ પ્રત્યે અરતિકારક છે.
૧. ૩. ૫. ૭.
ગા. -૨૯૩-૪. , ગા. ૩૨૮-૮, ગા. ૩૪૫-૭. ગા. ૩૬૨-૭.
૨, ગા. ૩૦૯-૩૨૨, ૪, ગા. ૩૪૧. ૬. ગા. ૩પ૯-૩૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org