________________
આગમિક વ્યાખ્યાઓ
સૂત્રમાં દસ અધ્યયન છે. કાલનો પ્રયોગ એટલા માટે છે કે આ સૂત્રની રચના તે સમયે થઈ જ્યારે પૌરુષી વ્યતીત થઈ ચૂકી હતી અથવા જે દશ અધ્યયન પૂર્વોમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યા તેમનું સુવ્યવસ્થિત નિરૂપણ વિકાલ અર્થાત્ અપરાહમાં કરવામાં આવ્યું એટલા માટે આ સૂત્રનું નામ દશવૈકાલિક રાખવામાં આવ્યું. આ સૂત્રની રચના મનક નામના શિષ્ય માટે આચાર્ય શય્યભવે કરી.૧
02
દશવૈકાલિકસૂત્રમાં દ્રુમપુષ્પિકા વગેરે દસ અધ્યયનો છે. પ્રથમ અધ્યયનમાં ધર્મની પ્રશંસા કરવામાં આવી છે. બીજા અધ્યયનમાં ધૃતિની સ્થાપના કરવામાં આવી છે અને બતાવવામાં આવ્યું છે કે આ જ ધર્મ છે. ત્રીજા અધ્યયનમાં ક્ષુલ્લિકા અર્થાત્ લઘુ આચારકથાનો અધિકાર છે. ચોથા અધ્યયનમાં આત્મસંયમ માટે ષડ્ઝવરક્ષાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. પાંચમું અધ્યયન ભિક્ષાવિશુદ્ધિ સાથે સંબંધ ધરાવે છે. ભિક્ષાવિશુદ્ધિ તપ અને સંયમનું પોષણ કરનારી છે. છઠ્ઠા અધ્યયનમાં મહતી અર્થાત્ બૃહદ્ આચારકથાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સાતમા અધ્યયનમાં વચનવિભક્તિનો અધિકાર છે. આઠમું અધ્યયન પ્રણિધાન અર્થાત્ વિશિષ્ટ ચિત્તધર્મસંબંધી છે. નવમા અધ્યયનમાં વિનયનો તથા દસમામાં ભિક્ષુનો અધિકાર છે. આ અધ્યયનો ઉપરાંત આ સૂત્રમાં બે ચૂલિકાઓ પણ છે. પ્રથમ ચૂલિકામાં સંયમમાં સ્થિરીકરણનો અધિકાર છે અને બીજીમાં વિવિક્તચર્યાનું - વર્ણન છે. આ દશવૈકાલિકનો સંક્ષિપ્ત અર્થ છે.
3
દ્રુમપુષ્પિકા નામના પ્રથમ અધ્યયનની નિર્યુક્તિમાં સામાન્ય શ્રુતાભિધાન ચાર પ્રકારનું બતાવવામાં આવ્યું છે : અધ્યયન, અક્ષીણ, આય અને ક્ષપણા. આત્માની કર્મમળથી મુક્તિ જ ભાવાધ્યયન છે. દ્રુમ અને પુષ્પનો નિક્ષેપ કરતાં કહેવામાં આવ્યું છે કે દ્રુમ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવભેદથી ચાર પ્રકારનું છે. આ જ રીતે પુષ્પનો નિક્ષેપ પણ ચાર પ્રકારનો છે. દ્રુમના પર્યાયવાચી શબ્દો આ છે : દ્રુમ, પાદપ, વૃક્ષ, અગમ, વિટપી, તરુ, કુહ, મહીરુહ, રોપક, ર્ંચક. પુષ્પના એકાર્થક શબ્દો આ છે : પુષ્પ, કુસુમ, ફુલ્લ, પ્રસવ, સુમન, સૂક્ષ્મ.
૪
સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ કરતાં આચાર્ય ‘ધર્મ' પદનું વ્યાખ્યાન આ રીતે કરે છે કે ધર્મ ચા૨ પ્રકારનો હોય છે : નામધર્મ, સ્થાપનાધર્મ, દ્રવ્યધર્મ અને ભાવધર્મ. ધર્મના લૌકિક અને લોકોત્તર એવા બે ભેદ પણ થાય છે. લૌકિક ધર્મ અનેક પ્રકારનો હોય છે. ગમ્યધર્મ, પશુધર્મ, રાજ્યધર્મ, પુરવરધર્મ, ગ્રામધર્મ, ગણધર્મ, ગોષ્ઠીધર્મ, રાજધર્મ વગેરે લૌકિક ધર્મના ભેદ છે. લોકોત્તર ધર્મ બે પ્રકારનો છે : શ્રુતધર્મ અને
ગા. ૧૨-૫.
ગા. ૨૬-૭.
૧.
3.
Jain Education International
૨. ગા. ૧૯-૨૫.
૪. ગા. ૩૫-૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org