________________
તૃતીય પ્રકરણ
દશવૈકાલિકનિર્યુક્તિ સર્વપ્રથમ નિયુક્તિકારે સર્વસિદ્ધોને મંગલરૂપ નમસ્કાર કરીને દશવૈકાલિકનિર્યુક્તિ રચવાની પ્રતિજ્ઞા કરી છે. મંગલના વિષયમાં તેઓ કહે છે કે ગ્રન્થના પ્રારંભ, મધ્ય અને અંતમાં વિધિપૂર્વક મંગલ કરવું જોઈએ. મંગલ નામાદિ ભેદથી ચાર પ્રકારનું હોય છે. ભાવમંગલનો અર્થ શ્રુતજ્ઞાન છે. તે ચાર પ્રકારનું છે : ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ (કાલાનુયોગ) અને દ્રવ્યાનુયોગ. ચરણકરણાનુયોગનાં દ્વાર આ છે : નિક્ષેપ, એકાર્થ, નિરુક્ત, વિધિ, પ્રવૃત્તિ, કોના દ્વારા, કોનું, દ્વારભેદ, લક્ષણ, પર્ષ અને સૂત્રાર્થ
દશવૈકાલિક શબ્દનું વ્યાખ્યાન કરવા માટે “દશ” અને “કાલનો નિક્ષેપ પદ્ધતિથી વિચાર કરવો જોઈએ. “દશ”ની પહેલાં ‘એક’નો નિક્ષેપ કરતાં આચાર્ય કહે છે કે એકકના નામ, સ્થાપના, દ્રવ્ય, માતૃકાપદ, સંગ્રહ, પર્યાય અને ભાવ – આ સાત પ્રકાર છે. દશકનો નિક્ષેપ છ પ્રકારનો છે : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. કાલના દસ ભેદ આ પ્રમાણે છે : બાલા, ક્રીડા, મંદા, બલા, પ્રજ્ઞા, હાયિનિ, પ્રપંચા, પ્રાગભારા, મૃ—ખી અને શાયિની. આ પ્રાણીઓની દસ દશાઓ – અવસ્થાવિશેષ છે. -
કાલનો દ્રવ્ય, અદ્ધ, યથાયુષ્ક, ઉપક્રમ, દેશ, કાલ, પ્રમાણ, વર્ણ અને ભાવ – આ નવ દૃષ્ટિઓથી વિચાર કરવો જોઈએ. - દશકાલિક અથવા દશવૈકાલિક દશ” અને “કાલ' આ બંને પદો સાથે સંબંધ ધરાવે છે. દશકાલિકમાં ‘દશ”નો પ્રયોગ એટલા માટે કરવામાં આવ્યો છે કે આ
૧. (અ) હરિભદ્રીય વિવરણસહિત : પ્રકાશક-દેવચન્દલાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ૧૯૧૮.
(આ)નિર્યુક્તિ તથા મૂળ સંપાદક E. Leumann, ZDMGભા.૪૬, પૃ. ૫૮૧-૬૬૩. ૨. ગા. ૧-૫. ૩. ગા. ૮-૧૦. ૪. ગા. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org