________________
દશવૈકાલિકનિર્યુક્તિ ચારિત્રધર્મ. શ્રુતધર્મ સ્વાધ્યાયરૂપ છે અને ચારિત્રધર્મ શ્રમણધર્મ રૂપ છે.'
મંગલ પણ દ્રવ્ય અને ભાવરૂપ હોય છે. પૂર્ણકલશાદિ દ્રવ્યમંગલ છે. ધર્મ ભાવમંગલ છે.
હિંસાથી વિરુદ્ધ અહિંસા થાય છે. તેના પણ દ્રવ્યાદિ ચાર ભેદ થાય છે. પ્રાણાતિપાતવિરતિ વગેરે ભાવ અહિંસા છે.
આચાર્ય સંયમની વ્યાખ્યા કરતાં કહે છે કે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા પંચેન્દ્રિયની મન, વચન અને કાયાથી યતના રાખવી તે સંયમ છે. ૪
તપ બાહ્ય અને આભ્યન્તરના તફાવતથી બે પ્રકારનું હોય છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા બાહ્ય તપના ભેદ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ આત્યંતર તપના ભેદ છે."
હેતુ અને ઉદાહરણની ઉપયોગિતા બતાવતાં નિર્યુક્તિકાર કહે છે કે શ્રોતાની યોગ્યતા ધ્યાનમાં રાખીને પાંચ અથવા દસ અવયવોનો પ્રયોગ કરી શકાય છે. ઉદાહરણ બે પ્રકારનું હોય છે. આ બે પ્રકાર ફરી ચાર-ચાર પ્રકારના હોય છે. હેતુ ચાર પ્રકારનો હોય છે. હેતુનું પ્રયોજન અર્થની સિદ્ધિ કરવાનું છે. ૬ આચાર્ય ઉદાહરણનું સ્વરૂપ સમજાવવા માટે અનેક દૃષ્ટાન્ત આપતાં ઉદાહરણના વિવિધ દ્વારોનું વિસ્તૃત વિવેચન કર્યું છે. ઉદાહરણના ચાર જાતના દોષ આ પ્રમાણે છે : અધર્મયુક્ત, પ્રતિલોમ, આત્મોપન્યાસ અને દુરુપનીત. હેતુના ચાર પ્રકાર આ છે : યાપક, સ્થાપક, વ્યસક અને લૂષક. પ્રથમ અધ્યયનમાં ભ્રમરનું ઉદાહરણ અનિયતવૃત્તિત્વનું દિગ્દર્શન કરાવવા માટે આપવામાં આવ્યું છે.
સૂત્રસ્પર્શી નિર્યુક્તિ કરતાં આચાર્ય વિહંગમ શબ્દની વ્યાખ્યા આ મુજબ કરે છે :- વિહંગમ બે પ્રકારના હોય છે : દ્રવ્યવિહંગમ અને ભાવવિહંગમ, જે પૂર્વોપાત્ત કર્મના ઉદયને કારણે જીવ વિહંગમકુલમાં ઉત્પન્ન થાય છે તે દ્રવ્યવિહંગમ છે. ભાવવિહંગમના ફરી બે ભેદ છે : ગુણસિદ્ધ અને સંજ્ઞાસિદ્ધ. જે વિહ અર્થાત આકાશમાં પ્રતિષ્ઠિત છે તેને ગુણસિદ્ધ વિહંગમ કહે છે. જે આકાશમાં ગમન કરે છે અર્થાત ઉડે છે તે બધા સંજ્ઞાસિદ્ધ વિહંગમ છે. પ્રસ્તુત પ્રસંગ આકાશમાં ગમન
૧, ગા. ૩૯-૪૩. ૨. ગા. ૪૪. ૩, ગા. ૪૫.
૪. ગા. ૪૬. ૫, ગા. ૪૭-૮. ૬. ગા. ૫૦-૧,
૭. ગા. ૮૧-૫. ૮ગા. ૮૬-૮. ૯, ગા. ૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org