________________
આવશ્યકનિયુક્તિ
૧
ધ્યાનની ચર્ચા શરૂ કરી દે છે.
ધ્યાનનું સ્વરૂપ દર્શાવતાં આચાર્ય કહે છે કે અન્તર્મુહૂર્ત માટે જે ચિત્તની એકાગ્રતા છે તે જ ધ્યાન છે. ધ્યાન ચાર પ્રકારનું હોય છે : આર્ત્ત, રુદ્ર, ધર્મ અને શુક્લ. આમાંથી પ્રથમ બે પ્રકાર સંસારવર્ધનના હેતુ છે અને અંતિમ બે પ્રકાર વિમોક્ષના હેતુ છે. પ્રસ્તુત અધિકાર અંતિમ બે પ્રકારના માનનો જ છે. આટલો સામાન્ય સંકેત કર્યા બાદ નિર્યુક્તિકાર ધ્યાન સાથે સંબંધ રાખનારી અન્ય વાતોનું વર્ણન કરે છે.૪
3
૮૫
કાયોત્સર્ગ મોક્ષપથપ્રદાતા છે, એવું સમજીને ધીર શ્રમણ દિવસાદિ સંબંધી અતિચારોનું પરિજ્ઞાન કરવા માટે કાયોત્સર્ગમાં સ્થિત થાય છે. આ અતિચારો કયા છે ? નિર્યુક્તિકારે આગળની કેટલીક ગાથાઓમાં વિવિધ પ્રકારના અતિચારોનું સ્વરૂપ તથા તેમનાથી શુદ્ધ થવાના ઉપાયો બતાવ્યા છે. સાથે જ કાયોત્સર્ગની વિધિ તરફ પણ સંકેત કર્યો છે. સાધુઓને ઈચ્છનીય છે કે સૂર્ય હોય ત્યારે જ પ્રસ્રવણોચ્ચા૨કાલસંબંધી ભૂમિને સારી રીતે જોઈને પોતપોતાના સ્થાન પર આવીને સૂર્યાસ્ત થતાં જ કાયોત્સર્ગમાં સ્થિત થઈ જાય." દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણોના કાયોત્સર્ગ નિયત છે, ગમનાદિવિષયક બાકીના કાયોત્સર્ગ અનિયત છે. હવે નિયતકાયોત્સર્ગોના ઉચ્છ્વાસોની સંખ્યા દર્શાવે છે ઃ દૈવસિકમાં સો ઉચ્છ્વાસ, રાત્રિકમાં પચાસ, પાક્ષિકમાં ત્રણ સો, ચાતુર્માસિકમાં પાંચ સો, સાંવત્સરિકમાં એક હજાર આઠ. આ જ રીતે પ્રત્યેક પ્રકારનાં કાયોત્સર્ગ માટે ‘નોસ્તુ નોયારે’ના પાઠ પણ નિયત છે : દૈવસિક કાયોત્સર્ગમાં ચાર, રાત્રિકમાં બે, પાક્ષિકમાં બાર, ચાતુર્માસિકમાં વીસ અને સાંવત્સરિકમાં ચાલીસ. અનિયતકાયોત્સર્ગ માટે પણ આ જ પ્રકારના નિશ્ચિત નિયમો છે.
E
અશઠદ્વારનું વ્યાંખ્યાન કરતાં કહેવામાં આવ્યું છે કે સાધુ પોતાની શક્તિની મર્યાદા અનુસાર જ કાયોત્સર્ગ કરે. શક્તિની સીમાનું ઉલ્લંઘન કરવાથી અનેક દોષો ઉત્પન્ન થવાનો ભય રહે છે.
શઠદ્વારની વ્યાખ્યા કરતાં આચાર્ય કહે છે કે કાયોત્સર્ગ સમયે છળપૂર્વક ઊંઘી જવું, સૂત્ર અથવા અર્થની પ્રતિકૃચ્છા કરવી, કાંટો કાઢવો, પ્રસ્રવણ અર્થાત્ પેશાબ કરવા ચાલ્યા જવું વગેરે કાર્યો દોષપૂર્ણ છે. તેનાથી અનુષ્ઠાન ખોટું થઈ જાય છે.
૧. ગા. ૧૪૫૭. ૨. ગા. ૧૪૫૮. ૩. ગા. ૧૪૫૯. ૪. ગા. ૧૪૬૦-૧૪૯૧,
૫. ગા. ૧૫૧૨. ૬. ગા. ૧૫૨૪-૫. ૭. ગા. ૧૫૨૬.
૮. ગા, ૧૫૩૬.
૯.
ગા. ૧૫૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org