________________
८४
આગમિક વ્યાખ્યાઓ “કાયોત્સર્ગ' શબ્દની વ્યાખ્યા કરવા માટે નિર્યુક્તિકાર નિમ્નલિખિત અગિયાર દ્વારોનો આધાર લે છે : ૧. નિક્ષેપ, ૨. એકાર્યકશબ્દ, ૩. વિધાનમાર્ગણા, ૪. કાલપ્રમાણ, ૫. ભેદપરિમાણ, ૬. અશઠ, ૭. શઠ, ૮. વિધિ, ૯. દોષ, ૧૦. અધિકારી અને ૧૧. ફળ.
“કાયોત્સર્ગમાં બે પદ છે : કાય અને ઉત્સર્ગ. કાયનો નિક્ષેપ બાર પ્રકારનો છે અને ઉત્સર્ગ છ પ્રકારનો. કાયનિક્ષેપના બાર પ્રકાર આ છે : ૧. નામ, ૨. સ્થાપના, ૩. શરીર, ૪. ગતિ, ૫. નિકાય, ૬. અસ્તિકાય, ૭, દ્રવ્ય, ૮. માતૃકા, ૯. સંગ્રહ, ૧૦. પર્યાય, ૧૧. ભાર અને ૧૨. ભાવ. આમાંથી પ્રત્યેકના અનેક ભેદ-પ્રભેદ થાય છે.
કાયના એકાર્થક શબ્દો આ છે : કાય, શરીર, દેહ, બોન્દિ, ચય, ઉપચય, સંઘાત, ઉય, સમુફ્ફય, કલેવર, ભસ્ત્રા, તન, પ્રાણુ.
ઉત્સર્ગનો નિક્ષેપ છ પ્રકારનો છે : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. ઉત્સર્ગના એકાર્યવાચી શબ્દો આ છે : ઉત્સર્ગ, વ્યસર્જન, ઉઝના, અવકિરણ, છર્દન, વિવેક, વર્જન, ત્યજન, ઉન્મોચન, પરિશાઠતા, શાતના.૫
કાયોત્સર્ગના વિધાન અર્થાત્ પ્રકાર બે છે : ચેષ્ટાકાયોત્સર્ગ અને અભિનવ કાયોત્સર્ગ. ભિક્ષાચર્યા વગેરેમાં થનાર ચેશકાયોત્સર્ગ છે; ઉપસર્ગ વગેરેમાં થનાર અભિનવકાયોત્સર્ગ છે.
અભિનવકાયોત્સર્ગની કાળમર્યાદા અધિકથી અધિક સંવત્સર – એક વર્ષ છે 1 અને ઓછામાં ઓછી અન્તર્મુહૂર્ત છે. - કાયોત્સર્ગના ભેદપરિમાણની ચર્ચા કરતાં નિર્યુક્તિકાર નવ ભેદોની ગણના કરે છે : ૧. ઉચ્છિતોષ્કૃિત, ૨. ઉસ્કૃિત, ૩. ઉસ્કૃિતનિષણ, ૪. નિષષ્ણોસ્કૃિત, ૫. નિષણ, ૬. નિષષ્ણનિષષ્ણ, ૭. નિર્વિષ્ણોહૂિત, ૮. નિર્વિષ્ણ, ૯. નિર્વિણનિર્વિષ્ણ. ઉસ્કૃિતનો અર્થ છે ઊર્ધ્વસ્થ અર્થાત્ ઊભું રહેલું, નિષણનો અર્થ છે ઉપવિષ્ટ અર્થાત્ બેઠેલું અને નિર્વિણનો અર્થ છે સુપ્ત અર્થાત્ સૂતેલું.
ભેદપરિમાણની ચર્ચા કરતાં-કરતાં આચાર્ય કાયોત્સર્ગના ગુણોની ચર્ચા શરૂ કરી દે છે. કાયોત્સર્ગથી દેહ અને મતિની જડતાની શુદ્ધિ થાય છે, સુખ-દુ:ખ સહન કરવાની ક્ષમતા આવે છે, અનુપ્રેક્ષા અર્થાતુ અનિત્યસ્વાદિનું ચિન્તન થાય છે તથા એકાગ્રતાપૂર્વક શુભધ્યાનનો અભ્યાસ થાય છે. શુભધ્યાનનો આધાર લઈને આચાર્ય
૧. ગા. ૧૪૨૧. ૫. ગા. ૧૪૪૬.
૨. ગા. ૧૪૨૪-૫. ૩. ગા. ૧૪૪૧. ૬. ગા. ૧૪૪૭. ૭. ગા. ૧૪પ૩.
૪. ગા. ૧૪૪૨. ૮. ગા. ૧૪૫૪-૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org