SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ આગમિક વ્યાખ્યાઓ કાયોત્સર્ગની વિધિનું વિધાન કરતાં આચાર્ય કહે છે કે ગુરુની નજીક જ કાયોત્સર્ગ શરૂ કરવો જોઈએ તથા ગુરુની નજીક જ સમાપ્ત કરવો જોઈએ. કાયોત્સર્ગ સમયે ડાબા હાથમાં મુખવસ્ત્રિકા અને જમણા હાથમાં રજોહરણ રાખવું જોઈએ.' કાયોત્સર્ગના નિમ્નાંકિત દોષો છે : ૧. ઘોટકદોષ, ૨. લતાદોષ, ૩. સ્તંભ, કુડ્યદોષ, ૪. માલદોષ, ૫. શબરીદોષ, ૬. વધૂદોષ, ૭. નિગડદોષ, ૮. લંબોત્તરદોષ, ૯. સ્તનદોષ, ૧૦. ઉદ્વિદોષ, ૧૧. સંયતીદોષ, ૧૨. ખલિનદોષ, ૧૩. વાસદોષ, ૧૪. કપિત્થદોષ, ૧૫. શીર્ષકંપદોષ, ૧૬. મૂકદોષ, ૧૭. અંગુલિબ્દોષ, ૧૮. વારુણીદોષ, ૧૯. પ્રેક્ષાદોષ. - હવે આચાર્ય અધિકારીનું સ્વરૂપ બતાવે છે. જે વાસી (વાંસલો) અને ચંદન બંનેને સમાન સમજે છે, જેમની જીવવા અને મરવામાં સમબુદ્ધિ છે, જે દેહની મમતાથી પર છે તે જ કાયોત્સર્ગનો સાચો અધિકારી છે. કાયોત્સર્ગના અંતિમ દ્વાર – ફલદ્વારની ચર્ચા કરતાં નિર્યુક્તિકાર કહે છે કે સુભદ્રા, રાજા ઉદિતોદિત, શ્રેષ્ઠિભાર્યા મિત્રવતી, સોદાસ, ખગસ્તમ્મન વગેરે ઉદાહરણોથી કાયોત્સર્ગના ઐહલૌકિક ફળનું અનુમાન કરી લેવું જોઈએ. પારલૌકિક ફળના રૂપમાં સિદ્ધિ, સ્વર્ગ વગેરે સમજવા જોઈએ. અહીં કાયોત્સર્ગ નામના પાંચમા અધ્યયનના અગિયાર દ્વારોની ચર્ચા સમાપ્ત થાય છે. પ્રત્યાખ્યાન : આવશ્યક સૂત્રનું છઠું અધ્યયન પ્રત્યાખ્યાનના રૂપે છે. નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુ પ્રત્યાખ્યાનનું છ દૃષ્ટિએ વ્યાખ્યાન કરે છે: ૧. પ્રત્યાખ્યાન, ૨. પ્રત્યાખ્યાતા, ૩. પ્રત્યાખ્યય, ૪. પર્ષદુ, ૫. કથનવિધિ અને ૬. ફળ.૫ પ્રત્યાખ્યાનના છ ભેદ છે : ૧. નામપ્રત્યાખ્યાન, ૨. સ્થાપના પ્રત્યાખ્યાન, ૩. દ્રવ્યપ્રત્યાખ્યાન, ૪. અદિત્સાપ્રત્યાખ્યાન, ૫. પ્રતિષેધપ્રત્યાખ્યાન અને ૬. ભાવપ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાનની શુદ્ધિ છ રીતે થાય છે : ૧, શ્રદ્ધાનશુદ્ધિ, ૨. જાનનાશુદ્ધિ, ૩. વિનયશુદ્ધિ, ૪. અનુભાષણાશુદ્ધિ, ૫. અનુપાલનાશુદ્ધિ, ૬. ભાવશુદ્ધિ. અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ – આ ચાર પ્રકારની આહારવિધિઓ છે. આ ચારે પ્રકારના આહાર છોડવા તે આહાર-પ્રત્યાખ્યાન છે. જે તરત જ ક્ષુધા શાંત કરે છે તે અશન છે. જે પ્રાણ અર્થાત્ ઈન્દ્રિયાદિનો ઉપકાર કરે છે તે પાન છે. જે આકાશમાં સમાય છે અર્થાત્ પેટના રિક્ત સ્થાનમાં ભરવામાં આવે છે તે ખાદિમ છે. જે સરસ આહારના ગુણોને સ્વાદ પ્રદાન કરે છે તે સ્વાદિમ ૧. ગા. ૧૫૩૯-૧૫૪૦, ૪. ગા. ૧૫૪૫. ૨. ગા. ૧૫૪૧-૨. ૩. ગા. ૧૫૪૩. ૫. ગા. ૧૫૫૦. ૬. ગા. ૧૫૫૧. ૭, ગા. ૧૫૮૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy