________________
૬૨
અંગબાહ્ય આગમો
તથા હાર અને અર્ધહાર વડે શોભિત સોનેરી ઝૂમખાં દેખાઈ રહ્યાં છે જે પવનથી મંદ મંદ હલવાને કારણે અવાજ કરી રહ્યાં છે. પદ્મવરવેદિકાની વચ્ચે ઘોડા, હાથી, નર, કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ અને વૃષભના યુગ્મો બનેલાં છે. અહીં ઘોડા વગેરેની પંક્તિઓ તથા પદ્મલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, વનલતા, વાસંતીલતા, અતિમુક્તકલતા, ગુંદલતા અને શ્યામલતાનાં ચિત્રો છે. વચ્ચે વચ્ચે અક્ષય-સ્વસ્તિક બનેલા છે. વેદિકાની નીચે, ઉપર અને ચારે બાજુ અતિ સુંદર પુષ્પો શોભી રહ્યાં છે (૧૨૫).
પદ્મવરવેદિકામાં બહાર એક સુંદર વનખંડ છે (૧૨૬). તેમાં અનેક વાપીઓ અને પુષ્કરિણીઓ બનેલી છે. તેમના સોપાન નેમ (ઉમરો), પ્રતિષ્ઠાન (પાયો) વગેરે યુક્ત છે અને તેમની સામે મણિમય સ્તંભો પર વિવિધ તારાઓથી ચિત તથા ઈહામૃગ, વૃષભ વગેરેથી ચિત્રિત, વિદ્યાધરોના યુગલોથી શોભિત તોરણો લટકી રહ્યાં છે. તોરણો ઉપર આઠ મંગલ સ્થાપિત છે, વિવિધ રંગની ધજાઓ લટકી રહી છે તથા છત્ર, પતાકા, ઘંટડીઓ, ચામર અને કમળ લગાવેલાં છે. વનખંડમાં આલિઘર (આલિ એક વનસ્પતિ, ટીકાકાર), માલિઘર (માલિ એક વનસ્પતિ, ટીકાકાર), કદલિઘર, લતાઘર, અચ્છણઘર (આરામ કરવાનું ઘ૨), પ્રેક્ષણધર, સ્નાનઘર, પ્રસાધનઘર, ગર્ભઘર (અંદરનું ઘર), મોહનઘર, શાલઘર (ઓસરીવાળું ધર), જાલઘર (જાળીઓવાળું ઘ૨), કુસુમધર, ચિત્રધર, ગંધર્વઘર (જ્યાં ગીત, નૃત્ય વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે) અને આદર્શઘર (આયનાઘર) વગેરે બનેલ છે. વનખંડમાં જાતિમંડપ, યૂથિકામંડપ, મલ્લિકામંડપ, નવમાલિકામંડપ, વાસંતીમંડપ, દધિવાસુકા (વનસ્પતિવિશેષ, ટીકાકાર), સૂરિલ્લિ (વનસ્પતિ, ટીકાકાર), તંબોલીમંડપ, મૃદ્દીકામંડપ, નાગલતામંડપ, અતિમુક્તકલતામંડપ, અપ્લોય (વનસ્પતિ, ટીકાકાર)મંડપ, માલુકામંડપ અને શ્યામલતામંડપ બનેલા છે. તેમાં બેસવા માટે હંસાસન, ક્રૌંચાસન, ગુડાસન, ઉન્નતઆસન, પ્રણતઆસન, દીર્ધાસન, ભદ્રાસન, પક્ષાસન, મકરાસન, વૃષભાસન, સિંહાસન, પદ્માસન અને દિશાસ્વસ્તિકઆસન બિછાવેલાં છે (૧૨૭).
વિજયદ્વાર – જંબુદ્વીપના વિજય નામે દ્વારનું વર્ણન કરતાં બતાવવામાં આવ્યું છે કે તેનાં શિખરો સોનાનાં બનેલાં છે જે ઈહામૃગ, વૃષભ વગેરેના ચિત્રોથી શોભાયમાન છે. એ નેમ, પ્રતિષ્ઠાન, સ્તંભો, ઉમરો, ઈન્દ્રકીલ, દ્વારશાખા, ઉત્તરંગ, કપાટ, સંધિ, સૂચી, સમુદ્ગક, અર્ગલા, અર્ગલાપાશક, આવર્તનપીઠિકા અને ઉત્તરપાર્શ્વક યુક્ત છે. દ્વાર બંધ થઈ જતાં ઘરમાં હવા પ્રવેશ કરી શકતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org