________________
૬ ૧
જીવાજીવાભિગમ રજ-ઉદ્દાત (ચારે દિશામાં ધૂળનું ફેલાઈ જવું), ચંદ્રોપરાગ (ચંદ્રગ્રહણ), સૂર્યોપરાગ (સૂર્યગ્રહણ), ચંદ્રપરિવેશ, સૂર્યપરિવેશ, પ્રતિચન્દ્ર, પ્રતિસૂર્ય, ઈન્દ્રધનુષ, ઉદકમભ્ય (ઈન્દ્રધનુષનો એક ટુકડો), કપિઉસિત (આકાશમાં અકસ્માત ભયંકર અવાજ થવો), પ્રાચીનવાત, અપ્રાચીનવાત, શુદ્ધવાત, ગ્રામદાહ, નગરદાહ વગેરે.
કલહના પ્રકારો – ડિબ (પોતાના દેશમાં કલહ), ડમર (પરરાજ્ય દ્વારા ઉપદ્રવ), કલહ, બોલ, ખાર (માત્સર્ય), વૈર, વિરુદ્ધ રાજય'.
યુદ્ધનાં નામો – મહાયુદ્ધ, મહાસંગ્રામ, મહાશસ્ત્રપિતન, મહાપુરુષબાણ, મહારુધિરબાણ, નાગબાણ, તામસબાણ.
રોગોનાં નામ – દુર્ભત (અશિવ), કુલરોગ, ગ્રામરોગ, નગરરોગ, મંડલરોગ, શિરોવેદના, અક્ષિવેદના, કર્ણવેદના, નાસિકાવેદના, દેતવેદના, નખવેદના, કાસ (ખાંસી), શ્વાસ, જવર, દાહ, કછૂ (ખુજલી), ખસર, કોઢ, અર્શ, અજીર્ણ, ભગંદર, ઈન્દ્રગ્રહ, સ્કન્દગ્રહ, નાગગ્રહ, ભૂતગ્રહ, ઉદ્વેગ, એકાહિકા (એકાંતરા તાવ આવવો), યાણિકા (બે બે દિવસના અંતરે તાવ આવવો), ચાહિકા, ચતુર્થિકા (ચોથિયો), હૃદયશૂલ, મસ્તકશૂલ, પાર્શ્વશૂલ, કુક્ષિશૂલ, યોનિશૂલ, મારી (૧૧૧).
દેવોના પ્રકારો – દેવો ચાર પ્રકારના હોય છે – ભવનવાસી, વ્યત્તર, જયોતિષી, વૈમાનિક. ભવનવાસી દસ પ્રકારના હોય છે – અસુરકુમાર, નાગકુમાર, સુપર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર (૧૧૪-૧૨૦), વ્યંતરોના અનેક પ્રકારો છે – પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, ઝિંપુરુષ, ભુજગપતિ, મહાકાય, ગંધર્વગણ વગેરે (૧૨૧). જ્યોતિષ્ક દેવોનું વર્ણન સૂત્ર ૧૨૨માં છે.
પદ્મવરવેદિકા – દ્વીપસમુદ્રોમાં જંબૂદ્વીપનું વર્ણન કરતાં તેના પ્રાકારોના મધ્ય ભાગમાં રહેલ પદ્મવરવેદિકાનું વર્ણન કરવામાં આવ્યું છે. વેદિકા નેમ (ઉમરો), પ્રતિષ્ઠાન (પાયો), થંભો, ફલગ (પાટિયા), સંધિ (સાંધા), સૂચી (નળી), કલેવર (મનુષ્યપ્રતિમા), કલેવરસંઘાટક, રૂપક (દક્ષ્યાવીનાં રૂપwifળ, જંબૂઢીપપ્રજ્ઞપ્તિટીકા, પૃ. ૨૩), રૂપકસંઘાટક, પક્ષ (પાંખ), પક્ષબાહુ (પાંખની બાજુ), વંશ (ધારણ), વંશવેલુય (નેવાં), પટ્ટિકા (પાટિયા), અવઘાટની (છાજલી) અને ઉપરિપંછની (ટટ્ટી) વડે શોભે છે. તેની ચારે બાજુ હમજાલ, કિંકિણીજાલ, મણિલાલ, પદ્મવરજાલ લટકી રહેલ છે. તેની ચારે તરફ સુવર્ણપત્ર વડે મંડિત ૧. બૃહત્કલ્પસૂત્ર અને તેના ભાષ્યમાં આ નામનું એક મહત્ત્વપૂર્ણ પ્રકરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org