SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ અંગબાહ્ય આગમો મેખલા, પયરગ (પ્રતર), પાદજાલ' (પગનું ઘરેણું), ઘંટિકા, કિંકિણી, રમણોરુજાલ (રત્નોરુજાલ), નૂપુર, ચરણમાલિકા, કનકનિકરમાલિકા. ભવન વગેરેનાં નામો પ્રાકાર, અટ્ટાલગ (અટારી), ચરિય (ગૃહ અને પ્રાકારનો વચ્ચેનો માર્ગ), દ્વાર, ગોપુર, પ્રાસાદ, આકાશતલ, મંડપ, એકશાલા (એક ઘરવાળું મકાન), દ્વિશાલા, ત્રિશાલા, ચતુઃશાલા, ગર્ભગૃહ, મોહનગૃહ, વલભીગૃહ, ચિત્રશાલા, માલક (માળવાળું મકાન), ગોલઘર, ત્રિકોણઘર, ચતુષ્કોણઘર, નંદ્યાવર્ત, પંડુરતલહર્મ્સ (જેમાં શિખર ન હોય તે), ધવલગૃહ (હિંદીમાં ધહરા), અર્ધમાગધવિભ્રમ' (?), શૈલસંસ્થિત (પર્વતના આકારનું), શૈલાર્ધસંસ્થિત, ફૂટાગાર, સુવિધિકોષ્ટક, શરણ (ઝૂંપડી વગેરે), લયન (ગુફા વગેરે), વિડંક (કપોતપાલી, મહેલના અગ્રભાગમાં કબૂતરોને રહેવાનું સ્થાન, કબૂતરખાનું), જાલવૃન્દ (ગવાક્ષસમૂહ), નિયૂહ (ખીલી અથવા બારણું), અપવરક (અંદરનો કમરો), દોવાલી (?), ચન્દ્રશાલિકા. વસ્ત્રોનાં નામો આજિનક (ચામડાનું વસ્ત્ર), ક્ષૌમ, કંબલ, દુકૂલ, કૌશેય, કૃષ્ણમૃગના ચામડાંમાંથી બનાવેલું વસ્ત્ર, પટ્ટ, ચીનાંશુક, આભરણચિત્ર (આભૂષણોથી ચીત્રિત), સહિણગકલ્લાણગ (સૂક્ષ્મ અને સુંદર વસ્ત્ર) તથા સિંધુ, દ્રવિડ, બંગ, કલિંગ વગેરે દેશોમાં બનેલાં વસ્રો.૪ મિષ્ટાન્નનાં નામો ગોળ, ખાંડ, સાકર, મત્સ્યડી (મોરસ), બિસકંદ, પર્પટમોદક, પુષ્પોત્તર, પદ્મોત્તર, ગોક્ષીરપ ૧. જંબુઢીપપ્રજ્ઞપ્તિ ટીકા (પૃ. ૧૦પ્ )માં પારિહાર્ય—વલયવિશેષ. ૨. જેમાં એક આંગણાની ચારે બાજુ ચાર કમરા અથવા ઓસરી હોય, હિંદીમાં ચૌસલ્લા. ગુપ્તકાલમાં આને સંજવન કહેવા લાગ્યા હતા – વાસુદેવશરણ અગ્રવાલ, હર્ષચરિત – એક સાંસ્કૃતિક અધ્યયન, પૃ. ૯૨. ૩. 'વૃવિશેષા:, જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ ટીકા, પૃ. ૧૦૬ અ. ૪. અહીં વસ્રોનાં બીજા પણ નામો છે જેમના વિષયમાં ટીકાકારે લખ્યું છે — શેષ સન્ત્રવાયાવસાતવ્ય તદ્દન્તોળ સમ્યક્ પાશુદ્ધેપિ તુંમશતાત્, પૃ. ૨૬૯, વસો માટે જુઓ આચારાંગ (૨-૫-૧-૩૬૪, ૩૬૮), નિશીથચૂર્ણિ (૭.૧૨ની ચૂર્ણિ, પૃ. ૩૯૯); જગદીશચન્દ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૨૦૫-૧૨. ૫. સ્થાનાંગ સૂત્ર ૧૩૫, પૃ. ૧૧૧)માં નિમ્નલિખિત ૧૮ વ્યંજનો બતાવવામાં આવ્યા છે : ૧ સૂપ, ૨ ઓદન, 3 યવાન, ૪-૬ ત્રણ પ્રકારના માંસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy