________________
જીવાજીવાભિગમ
પાત્રોનાં નામો – વારક (મંગલ ઘટ), ઘટ, કરક, કલશ, કક્કરી, પાદકાંચનિકા (જેના વડે પગ ધોવામાં આવતા હોય), ઉદંક (જેના વડે પાણી છાંટવામાં આવે), વદ્ધણી (વાર્ધની–ગવંતિકા–નાની કળશી જેમાંથી રહી-રહીને પાણી ટપકતું હોય, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ ટીકા, ૧૦૦ અ), સુપવિઠ્ઠર (પુષ્પો રાખવાનું પાત્ર), પારી (દૂધ દોહવા માટેનું વાસણ; હિંદીમાં પાલી), ચષક (દારુ પીવા માટેનું પાત્ર), ભંગાર (ઝારી), કરોડી (કરોટિકા), સરગ (મદિરાપાત્ર), ધરગ (?), પાત્રીસ્થલ, રત્નગ (નલ્લક, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ, ૧૦) અ, ચવલિત (ચાલિત, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ), અપદવય.
આભૂષણોનાં નામો – હાર (જેમાં અઢાર સેર હોય), અર્ધહાર (જેમાં નવ સેર હોય), વટ્ટણગ (વેસ્ટનક, કાનનું ઘરેણું), મુકુટ, કુંડલ, વાયુરંગ (વ્યામુક્તક, લટકતું ઘરેણું), તેમજાલ (કાણાવાળું સોનાનું આભૂષણ), મણિલાલ, કનકજાલ, સૂત્રક (વૈક્ષપ્ત સુવર્ષાસૂત્ર-જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ટીકા, પૃ. ૧૦૫– જ્ઞોપવિતની માફક પહેરવામાં આવતું આભૂષણ), ઉચિયકડગ (વિતરિવાનિયો વિનયન, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ ટીકા), ખુફુગ (એક જાતની વીંટી), એકાવલી, કંઠસૂત્ર, મગરિય (મગરના આકારનું ઘરેણું), ઉરસ્થ (વક્ષસ્થળ પર પહેરવાનું ઘરેણું), રૈવેયક (ગ્રીવા – ડોકનું ઘરેણું), શ્રોણિસૂત્ર (કટિસૂત્ર), ચૂડામણિ, કનકતિલક, ફુલ્લ (ફૂલ), સિદ્ધાર્થક (સોનાની કંઠી), કણવાલિ (કાનની વાળી), શશિ, સૂર્ય, વૃષભ, ચક્ર (ચક્રાકાર આભૂષણ), તલભંગ (હાથનું ઘરેણું), તુડા (બાહુનું ઘરેણું), હત્યિમાલગ (હસ્તમાલક), વલક્ષ (ગળાનું ઘરેણું), દીનારમાલિકા, ચન્દ્ર - સૂર્યમાલિકા, હર્ષક, કેયૂર, વલય, પ્રાલમ્બ (ઝૂમખું), અંગુલીયક (અંગૂઠી), કાંચી,
૧. બાણના હર્ષચરિતમાં કર્કરી, કલશી, અલિંજર, ઉદકુંભ અને ઘટ આ પાંચ માટીના પાત્રોનો
ઉલ્લેખ છે. કર્કરીને કંટકિત કહેવામાં આવેલ છે. અહિચ્છત્રા અને હસ્તિનાપુરના ખોદકામમાંથી મળેલ ગુપ્તકાલીન પાત્રોના આધારે જાણવા મળે છે કે તેમની બહારની બાજુએ ફણસના ફળ પર ઉપસેલાં કાંટા જેવું ઘરેણું બનતું. જુઓ – વાસુદેવશરણ અગ્રવાલ,
હર્ષચરિત – એક સાંસ્કૃતિક અધ્યયન, પૃ. ૧૮૦. ૨. મકરિકાનો ઉલ્લેખ બાણભટ્ટના હર્ષચરિતમાં અનેક સ્થળે આવે છે. બે મકરમુખ એકઠા
કરી ફૂલ-પાંદડી સાથે બનાવવામાં આવતું આભૂષણ મકરિકા કહેવાતું – વાસુદેવશરણ અગ્રવાલ, હર્ષચરિત – એક સાંસ્કૃતિક અધ્યયન, પૃ. ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org