________________
૫૬
અંગબાહ્ય આગમો હોય છે – નારક, તિર્યંચ અને મનુષ્ય (૫૮). નપુંસક વેદને કોઈ મહાનગર પ્રજ્વલિત થવા સમાન દાહકારી સમજવો જોઈએ (૬૧). ત્રીજી પ્રતિપત્તિ :
નરકની સાત પૃથ્વીઓનું વર્ણન કરતી વેળાએ નીચેની વાતોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે :
સોળ પ્રકારના રત્નો – રત્ન, વજ, વૈડૂર્ય, લોહિત, મસારગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગન્ધિક, જયોતિરસ, અંજન, અંજનપુલક, રજત, જાતરૂપ, અંક, સ્ફટિક, અરિષ્ટ (૬૯),
શસ્ત્રાસ્ત્રોનાં નામો – મુગર, મુસુંઢિ, કરપત્ર (કરવત), અસિ, શક્તિ, હલ, ગદા, મૂસલ, ચક્ર, નારાચ, કુંત, તોમર, શૂલ, લકુટ, બિડિપાલ (૮૯).
ધાતુઓ વગેરેનાં નામો – લોઢું, તાંબુ, ત્રપુષ, સીસું, રૂપું, સુવર્ણ, હિરણ્ય, કુંભારનો અગ્નિ, ઈંટ પકાવવા માટેનો અગ્નિ, નળિયાં પકાવવા માટેનો અગ્નિ, યંત્રપાટક ચુલ્લી (જ્યાં શેરડીનો રસ પકાવવામાં આવે છે) (૮૯).
જબૂદ્વીપના એકોરુ નામે દ્વિીપમાં વિવિધ કલ્પવૃક્ષોનું વર્ણન કરતી વેળાએ નીચેના વિષયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે –
મદ્યનાં નામો – ચન્દ્રપ્રભા (ચન્દ્ર જેવો જેનો રંગ હોય તે), મણિશલાકા, વરસીધુ, વરવારુણી, ફલનિર્યાસસાર (ફળોના રસમાંથી તૈયાર કરાતી મદિરા), પત્રનિર્યાસસાર, પુષ્પનિર્યાસસાર, ચોયનિર્યાસસાર, ઘણાં દ્રવ્યોને એકઠાં કરી તૈયાર કરવામાં આવનાર, સંધ્યાસમયે તૈયાર કરવામાં આવનાર, મધુ, મેરક, રિષ્ઠ નામે રત્નસમાન વર્ણવાળી મદિરા (તને જંબૂકલકલિકા પણ કહેવામાં આવેલ છે), દુગ્ધજાતિ (પીવામાં દૂધ જેવી જણાય તે), પ્રસન્ના, નેલ્લક (અથવા તલ્લક), શતાયુ (સો વખત શુદ્ધ કરવા છતાં પણ જેમની તેમ રહેનારી), ખજૂરસાર, મૃદ્ધીકાસાર (દ્રાક્ષાસવ), કાપિશાયન, સુપક્વ, ક્ષોદરસ (શેરડીના રસમાંથી પકાવીને બનાવવામાં આવતી). ૧. રત્નો માટે જુઓ – ઉત્તરાધ્યયનસૂત્ર ૩૬, ૭પ વગેરે; પન્નવણા ૧, ૧૭; બૃહત્સંહિતા
(૭૯-૮૪ વગેરે); દિવ્યાવદાન (૧૮, પૃ. ૨૨૯); પરમત્યદીપની (પૃ. ૧૦૩). ૨. શસ્ત્રો માટે જુઓ – પ્રશ્નવ્યાકરણ (૪, ૧૮); અભિધાનચિંતામણિ (૩, ૪૪૬) ૩. જુઓ – જેબૂદ્વીપપ્રજ્ઞપ્તિ સૂ. ૨૦, પૃ.૯૯ વગેરે; પન્નવણા ૧૭, પૃ. ૩૬૪ વગેરે;
જગદીશચન્દ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૧૯૮-૨૦૦, મદ્યપાન કરવામાં આવે તો સાધુએ શું કરવું જોઈએ – બૃહત્કલ્પસૂત્રભાગ (૯૫૪-૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org