________________
જીવાજીવાભિગમ
૫૫ ટીકા લખી છે. મલયગિરિએ અનેક સ્થળે વાચનાભેદ હોવાનો ઉલ્લેખ કર્યો છે.' પહેલી પ્રતિપત્તિ
પહેલી જીવાજીવાભિગમ પ્રતિપત્તિ છે. સંસારી જીવો બે પ્રકારના હોય છે – ત્રસ અને સ્થાવર (સૂત્ર ૯). સ્થાવર જીવો ત્રણ પ્રકારના હોય છે – પૃથ્વીકાય, અષ્કાય અને વનસ્પતિકાય (૧૦). બાદર વનસ્પતિકાય બાર હોય છે – વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, પર્વગ (શેરડી વગેરે), તૃણ, વલય (કેળ વગેરે કે જેની ત્વચા ગોળાકાર હોય છે), હરિત (હરિયાળી), ઔષધિ, જલરુહ (પાણીમાં ઉત્પન્ન થનારી વનસ્પતિ), કુહણ (પૃથ્વી ભેદીને બહાર ઉગી નીકળનાર વૃક્ષ) (૨૦). સાધારણ શરીર બાબર વનસ્પતિકાયિક જીવો અનેક પ્રકારના હોય છે (૨૨). ત્રસ જીવો ત્રણ પ્રકારના હોય છે – તેજસ્કાય, વાયુકાય અને ઔદારિક ત્રસ (૨૨). ઔદારિક ત્રણ ચાર પ્રકારના હોય છે – બે ઈન્દ્રિયોવાળા, ત્રણ ઈન્દ્રિયોવાળા, ચાર ઈન્દ્રિયોવાળા અને પાંચ ઈન્દ્રિયોવાળા (૨૭). પંચેન્દ્રિય ચાર પ્રકારના હોય છે – નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ (૩૧). નરક સાત હોય છે – રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા, મહાતમ:પ્રભા (૩૨). તિર્યંચ ત્રણ પ્રકારના હોય છે – જલચર, સ્થલચર અને નભચર (૩૪). જલચર પાંચ પ્રકારના હોય છે – મસ્ય, કચ્છપ, મકર, ગ્રાહ અને શિશુમાર (૩૫). સ્થલચર જીવો ચાર પ્રકારના હોય છે – એકપુર, દ્વિખુર, ચંડીપય અને સણપ્પય (સનખપદ) (૩૬). નભચર જીવો ચાર પ્રકારના હોય છે – ચમ્મપષ્મી, લોમપષ્મી, સમુગપષ્મી અને વિતતપપ્પી (૩૬). મનુષ્ય બે પ્રકારના હોય છે – સંમૂચ્છિમ મનુષ્ય અને ગર્લોત્પન્ન મનુપ (૪૧), દેવ ચાર પ્રકારના હોય છે – ભવનવાસી, વ્યંતર, જયોતિષી અને વૈમાનિક (૪૨). બીજી પ્રતિપત્તિ :
સંસારી જીવો ત્રણ પ્રકારના હોય છે – સ્ત્રી, પુરુષ અને નપુંસક (૪૪). સ્ત્રીઓ ત્રણ પ્રકારની હોય છે – તિર્યંચ, મનુષ્ય અને દેવ (૫). પુરુષ પણ ત્રણ પ્રકારના હોય છે – તિર્યચ, મનુષ્ય અને દેવ (૧૨). નપુંસક ત્રણ પ્રકારના
१. इह भूयान् पुस्तकेषु वाचनाभेदो गलितानि च सूत्राणि बहुषु पुस्तकेषु यथावस्थितवाचनाभेद
પ્રતિજ્યથ તિતસૂત્રો દ્ધાર્થ નૈવે નુ માપ વિવિયન્ત (જીવાજીવાભિગમ ટીકા ૩, ૩૭૬) ૨. ઘણા આચાર્યોએ તેજસ અને વાયુકાયને સ્થાવર જીવોમાં ગણેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org