________________
તૃતીય પ્રકરણ
જીવાજીવાભિગમ જીવાજીવાભિગમ અથવા જીવાભિગમ જૈન આગમોનું ત્રીજું ઉપાંગ છે. તેમાં મહાવીર અને ગૌતમ ગણધરના પ્રશ્નોત્તર રૂપે જીવ અને અજીવના ભેદ-પ્રભેદોનું વિસ્તૃત વર્ણન છે. તેમાં ૯ પ્રકરણ (પ્રતિપત્તિ) અને ૨૭૨ સૂત્રો છે. ત્રીજું પ્રકરણ બધા પ્રકરણોમાં મોટું છે, તેમાં દેવો તથા દીપ અને સાગરોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. જીવાજીવાભિગમના ટીકાકાર મલયગિરિએ તેને સ્થાનાંગનું ઉપાંગ ગણાવ્યું છે. આ ઉપાંગ ઉપર પૂર્વાચાર્યોએ ટીકાઓ લખી હતી જે ગંભીર અને સંક્ષિપ્ત હોવાને કારણે દુર્બોધ હતી, એટલા માટે મલયગિરિએ આ વિસ્તૃત
૧. (અ) મલયગિરિકૃત વૃત્તિ સહિત – દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, મુંબઈ, ઈ.સ.
૧૯૧૯. (આ) હિંદી અનુવાદ સહિત – અમોલક ઋષિ, લાલા સુખદેવ સહાય જવાલા પ્રસાદ,
હૈદરાબાદ, ઈ.સ. ૧૯૨૦ (ઈ) મલયગિરિકૃત વૃત્તિ અને ગુજરાતી વિવેચન સાથે – ધનપત સિંહ, અમદાવાદ, ઈ.સ.
૧૮૮૩ (ઈ) સંસ્કૃત વ્યાખ્યા તથા તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે – મુનિ ઘાસીલાલ, જૈન
શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૭૧-૭૫ (ઈ) (મૂળ) જિનેન્દ્રગણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર,
ઈ.સ. ૧૯૭૭ (ઊ) (મૂળ) રતનલાલ દોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના,
ઈ.સ. ૧૯૮૦ (એ) મૂળ અને હિંદી અનુવાદ સહિત – મધુકર મુનિ, આગમ પ્રકાશન સમિતિ, બાવર,
ઈ.સ. ૧૯૮૦ પરંપરા અનુસાર આમાં ૨૦ ઉદ્દેશો હતા અને ૨૦માં ઉદ્દેશની વ્યાખ્યા શાલિભદ્રસૂરિના શિષ્ય ચંદ્રસૂરિએ કરી હતી. અભયદેવે પણ આના તૃતીય પદ પર સંગ્રહણી લખી હતી. દીવસાગરપન્નત્તિ નામક ઉપાંગ અલગ પણ છે, જે હાલ મળતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org