________________
રાજપ્રશ્નીય
૫૩ ત્યારબાદ તેના પ્રજનનક (ભોજન ગ્રહણ કરવું), પ્રતિવર્યાપનક, પ્રચંક્રમણ (પગથી ચાલવું), કર્ણવેધ, સંવત્સર-પ્રતિલેખ (વર્ષગાંઠ) અને ચૂડોપનયન વગેરે સંસ્કારો કરવામાં આવ્યા.
તે પછી ક્ષીર, મંડન, મજ્જન, અંક અને ક્રીડા કરાવનારી પાંચ ધાત્રીઓ, દેશ-વિદેશથી લાવવામાં આવેલી અનેક કુશળ દાસીઓ તથા અંતઃપુરના રક્ષણ માટે નિયુક્ત કરવામાં આવેલા વર્ષધર, કંચુકી અને મહત્તર વગેરે કર્મચારીઓ બાળકનું લાલન-પાલન કરવા લાગ્યા. ત્યારપછી તેને કલાચાર્ય પાસે મોકલવામાં આવ્યો, જ્યાં તેણે ૭૨ કળાઓનું શિક્ષણ મેળવ્યું અને તે અઢાર દેશી ભાષાઓમાં વિશારદ, ગીત-નૃત્યરસિક અને નાટ્યકળામાં કોવિદ બની ગયો. દૃઢપ્રતિજ્ઞના માતા-પિતાએ ઈછ્યું કે તે સાંસારિક વિષય-ભોગો તરફ વળે, પરંતુ જળકમળની માફક તે નિર્લેપભાવે સાંસારિક જીવન ગુજારવા લાગ્યો. કાળાંતરે દૃઢપ્રતિશે મોક્ષની પ્રાપ્તિ કરી (૨૦૭-૨૧૭).
એ.આ. – ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org