SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ અંગબાહ્ય આગમો કેશી – તને ખબર છે કે તે સમયે લોઢું અગ્નિમય બની જાય છે. પ્રશ્ન થાય છે, ક્યાંય પણ કોઈ છિદ્ર ન હોવા છતાં લોઢામાં આ અગ્નિ કેવી રીતે પ્રવેશ્યો ? એ જ રીતે જીવ અનિરુદ્ધ ગતિવાળો હોવાને કારણે પૃથ્વી, શિલા વગેરેને ભેદીને બહાર જઈ શકે છે. એટલા માટે જીવ અને શરીર જુદાં છે (૧૭૧-૧૭૪). ત્રીજી યુક્તિ : (ક) પએસી – હું એક વધુ ઉદાહરણ આપું. કોઈ તરુણ પુરુષ ધનુર્વિદ્યામાં કુશળ હોય છે, પરંતુ તે જ પુરુષ બાલ્યાવસ્થામાં કદાચ એક પણ બાણ ધનુષ પર રાખીને છોડી શકતો નથી. જો બાળપણ અને યુવાની બંને અવસ્થાઓમાં પુરુષ એકસરખો શક્તિશાળી હોત તો હું સમજત કે જીવ અને શરીર જુદાં છે. કેશી – જો, ધનુર્વિદ્યામાં કુશળ કોઈ પુરુષ નવા ધનુષ-બાણ વડે જેટલી કુશળતા બતાવી શકે છે તેટલી કુશળતા જૂનાં ધનુષ-બાણ વડે બતાવી શકતો નથી. એનો મતલબ એ કે તરુણ પુરુષ શક્તિશાળી તો છે પણ સાધનોની કમીના કારણે તે પોતાની શક્તિનું પ્રદર્શન કરી શકતો નથી. એ જ રીતે મંદ જ્ઞાનવાળી વ્યક્તિ સાધનોની કમીના કારણે પોતાની શક્તિ બતાવી શકતી નથી, યુવાવસ્થામાં તેની શક્તિ વધી જાય છે. આનું તાત્પર્ય એ નથી કે જીવ અને શરીર એક છે. (ખ) પએસી – ભંતે ! કોઈ તરુણ પુરુષ લોઢું, સીસું કે જસતનો ભાર સારી રીતે વહન કરી શકે છે, પરંતુ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં જ તે જ પુરુષ લાકડી લઈને ચાલવા માંડે છે અને ભાર વહન કરવા માટે અસમર્થ બની જાય છે. તરુણાવસ્થાની માફક જો વૃદ્ધાવસ્થામાં પણ તે ભાર વહન કરવા માટે યોગ્ય રહેત તો આ વાત સમજમાં આવી શકત કે જીવ અને શરીર બંને ભિન્ન છે. કેશી – જો, હૃષ્ટપુષ્ટ પુરુષ જ ભાર વહન કરી શકે છે. જો કોઈ હષ્ટપુષ્ટ પુરુષની પાસે નવી કાવડ વગેરે ઉપકરણો હોય તો તે સારી રીતે ભાર ઉઠાવી લઈ જઈ શકશે, પરંતુ જો તેની પાસે જૂની કાવડ વગેરે હોય તો તે ભાર લઈ જઈ શકશે નહિ. આ જ વાત તરુણ પુરુષ અને વૃદ્ધ પુરુષની બાબતમાં સમજવી જોઈએ. આનાથી સિદ્ધ થાય છે કે જીવ અને શરીર ભિન્ન છે (૧૭૫-૧૭૮). ચોથી યુક્તિ : (ક) એસી – સારુ ભંતે ! એક બીજો પ્રશ્ન પૂછવાની આજ્ઞા આપો. કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy