SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ રાજપ્રશ્નીય ૫૧ ચોરનું જીવિત અવસ્થામાં વજન કરીએ અને પછી તેને મારીને તેનું વજન કરીએ, બંને અવસ્થામાં ચોરના વજનમાં કોઈ ફેર પડતો નથી. આનાથી જીવ અને શરીરની અભિન્નતા જ સિદ્ધ થાય છે. કેશી – જેવી રીતે ખાલી અને હવા ભરેલી મશકના વજનમાં કોઈ ફેર પડતો નથી તેવી જ રીતે જીવિત પુરુષ અને મૃત પુરુષના વજનમાં પણ કોઈ ફેર પડતો નથી. જીવમાં અગુરુલઘુ ગુણ રહેલ છે એટલા માટે જીવ નીકળી જવાથી મૃતકનું વજન ઓછું થતું નથી. (ખ) પએસી – એકવાર મેં કોઈ ચોરના શરીરની ચારે તરફથી પરીક્ષા કરી પરંતુ તેમાં ક્યાંય પણ જીવ નજરે ચડ્યો નહિ. પછી મેં તેને કાપ્યો, ટુકડા કર્યા અને ચીરીને જોયું, પરંતુ છતાં પણ જીવ ક્યાંય દેખાયો નહિ. આનાથી જીવનો અભાવ જ સિદ્ધ થાય છે. કેશી – તું ઘણો મૂઢ જણાય છે એસી ! જો એક ઉદાહરણ આપી સમજાવું છું. એક વાર કેટલાક વનજીવીઓ પોતાની સાથે અગ્નિ લઈ એક મોટા જંગલમાં પહોંચ્યા. તેમણે પોતાના એક સાથીને કહ્યું – “હે દેવાનુપ્રિય ! અમે જંગલમાં લાકડાં લેવા જઈએ છીએ, તું આ અગ્નિથી આગ પેટાવી અમારા માટે ભોજન બનાવીને તૈયાર રાખજે. જો અગ્નિ બૂઝાઈ જાય તો લાકડાં ઘસીને આગ પેટાવી લેજે.” સંયોગવશાત તેના સાથીઓ ચાલ્યા ગયા પછી થોડી જ વારમાં આગ બૂઝાઈ ગઈ. પોતાના સાથીઓના આદેશ અનુસાર તે લાકડાંને ચારે બાજુ ઊંચાનીચા કરી જોવા લાગ્યો પરંતુ આગ ક્યાંય નજરે પડી નહિ. તેણે પોતાની કૂહાડીથી લાકડાં ચીર્યા, તેના નાના-નાના ટુકડા કર્યા, છતાં પણ ક્યાંય આગ નજરે પડી નહિ. તે નિરાશ થઈ બેસી ગયો અને વિચારવા લાગ્યો કે અરે ! હું હજી સુધી ભોજન તૈયાર કરી શક્યો નહિ. એટલામાં જંગલમાંથી તેના સાથીઓ પાછા આવ્યા. તેણે તે બધાને આખી વાત કહી. તે સાંભળી તેમનામાંથી એક સાથીએ ચકમક અરણી સાથે ઘસી અગ્નિ પેટાવ્યો અને પછી બધાએ ભોજન બનાવી ખાધું. હે પએસી ! જેમ લાકડાને ચીરીને આગ મેળવવાની ઈચ્છા રાખનારો પેલો મનુષ્ય મૂર્ખ હતો, તેવી જ રીતે શરીરને ચીરીને જીવને જોવાની ઈચ્છા રાખનારો તું પણ ઓછો મૂર્ખ નથી (૧૭૯-૧૮૨). પએસી – ભંતે ! જેમ કોઈ વ્યક્તિ પોતાની હથેળી ઉપર આમળું રાખીને બતાવે તેમ શું આપ જીવને બતાવી શકો છો ? ૧. વિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે હવામાં પણ વજન હોય છે, એટલા માટે આ વાત યુક્તિસંગત જણાતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy