________________
૪૮
જીવ અને શરીરની ભિન્નતા પહેલી યુક્તિ : (ક) પએસી–જુઓ ભંતે ! આ નગરીમાં મારા એક દાદા રહેતા હતા. તે ખૂબ જ અધાર્મિક હતા. પ્રજાનું બરાબર યોગ્ય રીતે પાલન ન થવાને કારણે આપના મત મુજબ તેઓ નરકમાં ઉત્પન્ન થયા હશે. હું મારા દાદાનો અત્યંત લાડકો હતો અને તેઓ મને જોઈને ખુશીના માર્યા ફૂલ્યા સમાતા નહિ. એવી હાલતમાં જો મારા દાદા નરકમાંથી આવી અને મને કહે કે હે મારા પૌત્ર ! પૂર્વજન્મમાં હું તારો દાદો હતો અને અધાર્મિક કર્મો વડે પાપનો સંચય કરી હું નરકમાં ઉત્પન્ન થયો છું, એટલે તું પાપકર્મનો ત્યાગ કર, નહિ તો તું પણ નરકમાં ઉત્પન્ન થઈશ—તો હું માનું કે જીવ અને શરીર જુદા જુદા છે. પરંતુ હજી સુધી તો તેમણે મને આવીને કંઈ કહ્યું નથી, એટલા માટે હું માનું છું કે તેમનો જીવ તેમના શરીરની સાથે જ નાશ પામ્યો છે. કેશી – હે પએસી ! જો કોઈ કામી પુરુષ તારી રાણી સાથે વિષય-ભોગનું સેવન કરે તો તું તેને શું સજા કરીશ ?
-
પએસી – હું તેના હાથ-પગ કપાવીને તેને શૂળીએ ચડાવી દઈશ અથવા એક જ ઘા ભેગા તેના પ્રાણ લઈ લઈશ.
-
અંગબાહ્ય આગમો
——
કેશી — જો તે પુરુષ તને કહે કે સ્વામી ! જરા અટકો, હું મારા મિત્રો અને મારા કુટુંબકબીલાના લોકોને એમ કહી આવું કે કામવાસનાને વશીભૂત થવાને કારણે મને આ મૃત્યુદંડ મળ્યો છે, જો તમે લોકો પણ આવું કરશો તો મારી જ માફક મૃત્યુદંડના ભાગીદાર થશો—તો શું તું તે લોકોની વાત સાંભળીશ ?
પએસી નહિ. ક્યારેય નહિ, કેમ કે તે પુરુષ અપરાધી છે.
Jain Education International
-
કેશી – એ જ રીતે ભલે તું તારા દાદાનો પ્રિય રહ્યો હોય, પરંતુ તે નરકમાં ખૂબ દુઃખ ભોગવતો રહેવાને કારણે ઈચ્છા હોય તો પણ મનુષ્યલોકમાં આવી શકતો નથી. આથી જીવ અને શરીર જુદાં છે.
(ખ) પએસી – જુઓ, હું બીજું ઉદાહરણ આપું છું. મારી દાદી પરમ ધાર્મિક હતી. પોતાનાં શુભ કર્મો વડે પુણ્યોપાર્જન કરવાને કારણે આપના કથન અનુસાર તે સ્વર્ગમાં ઉત્પન્ન થઈ હશે. હું મારી દાદીનો લાડકો પૌત્ર હતો. એવી અવસ્થામાં તેણે મારી પાસે આવી કહેવું જોઈએ કે પુણ્યોપાર્જનના કારણે તે સ્વર્ગમાં ઉત્પન્ન થઈ છે એટલે મારે પણ દાન વગેરે દ્વારા પુણ્યોપાર્જન કરી સ્વર્ગનાં સુખો મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ હજી સુધી તો મને મારી દાદી પાસેથી કોઈ સમાચાર મળ્યા નથી, એટલે જીવ અને શરીર જુદાં નથી કેમ કે તેના શરીરની સાથે જ તેનો જીવ પણ નાશ પામી ગયો છે.
કેશી – કલ્પના કર કે સ્નાન કરી, ભીનાં વસ્ત્રો ધારણ કરી, હાથમાં કળશ અને
For Private & Personal Use Only
www.jainelibrary.org