SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ રાજપ્રશ્નીય ૪૭ પછીના દિવસે ચિત્ત સારથી રાજા પએસી પાસે જઈને કહેવા લાગ્યો – હે દેવાનુપ્રિય ! મેં આપને કંબોજ દેશના જે ચાર ઘોડા ભેટ આપ્યા છે, ચાલો આજ તેની પરીક્ષા કરીએ.' ત્યારબાદ બંને અશ્વરથમાં સવાર થઈ પરિભ્રમણ કરવા માટે નીકળી પડ્યા. ઘણી વાર સુધી બંને આમ-તેમ ઘૂમતા રહ્યા. ફરતા-ફરતા રાજા જ્યારે થાકી ગયો અને તેને તરસ લાગી ત્યારે ચિત્ત સારથી તેને મૃગવન ઉદ્યાનમાં લઈ ગયો. ત્યાં વિશાળ સભાને ઉચ્ચ સ્વરે ધર્મોપદેશ આપતા કેશીકુમારને જોઈને રાજા વિચાર કરવા લાગ્યો – ‘જડ લોકો જ જડની ઉપાસના કરે છે, મૂઢ જ મૂઢની ઉપાસના કરે છે, અપંડિત જ અપંડિતોની ઉપાસના કરે છે, મુંડ જ મુંડોની ઉપાસના કરે છે, અજ્ઞાની લોકો જ અજ્ઞાનીઓનું સન્માન કરે છે, તો પછી આ કોણ જડ, મુંડ, મૂઢ, અખંડિત અને અજ્ઞાની મનુષ્ય છે કે જે આટલો કાંતિમાન દેખાઈ રહ્યો છે ? આ શું ખાય છે ? શું પીએ છે ? વિશાળ સભામાં આ આટલા ઊંચા અવાજે બોલી રહ્યો છે કે હું પોતાની ઉઘાનભૂમિમાં સ્વચ્છંદપણે પર્યટન પણ કરી શકતો નથી.' ચિત્તે જવાબ આપ્યો · ‘હે સ્વામી ! આ પાર્સ્થાપત્ય કેશી નામના કુમા૨શ્રમણ છે. તેઓ ચતુર્થાન'ના ધારક, અધઃ અવિધ વડે સંપન્ન અને અન્નજીવી છે (૧૬૦-૧૬૩). - ત્યારપછી રાજા પએસી ચિત્ત સારથીની સાથે કેશીકુમાર પાસે પહોંચ્યો અને તે બંનેમાં વાર્તાલાપ થવા લાગ્યો પએસી – ભંતે ! આપ અધઃ અવધિજ્ઞાનથી સંપન્ન છો ? આપ અન્નજીવી છો? કેશી – જેવી રીતે રત્નોનો વેપારી રાજકરમાંથી છૂટકારો મેળવવા માટે કોઈને ઠીક માર્ગ પૂછતો નથી, તે રીતે હે પએસી ! વિનયમાર્ગથી ભ્રષ્ટ હોવાને કારણે તને યોગ્ય રીતે પ્રશ્ન કરવાનું આવડતું નથી. હું તને પૂછું છું કે શું મને જોઈને તારા મનમાં એવો વિચાર ઉત્પન્ન થયો હતો કે જડ લોકો જ જડની ઉપાસના કરે છે, વગેરે? પએસી હા ભંતે ! તે સાચું છે. પરંતુ મારા મનનો વિચાર આપે કેવી રીતે જાણી લીધો ? કેશી – હું આભિનિબોધિક, શ્રુત, અવધિ અને મનઃપર્યાયજ્ઞાનથી સંપન્ન છું એટલે મેં તારા મનના વિચારને જાણી લીધો (૧૬૪-૧૬૫). પએસી – હું પૂછવા ઈચ્છું છું કે શું શ્રમણ-નિગ્રંથ જીવ અને શરીરને જુદા-જુદા માને છે ? કેશી હા અમે જીવ અને શરીરને જુદા જુદા માનીએ છીએ. ૧. મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યવજ્ઞાન. -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy