________________
અંગબાહ્ય આગમો સેયવિયા નગરી સુંદર છે, દર્શનીય છે, આપ પધારો તો ઘણી કૃપા થાય.” પહેલાં તો કેશીકુમારે ચિત્તની વાત ઉપર કોઈ ધ્યાન આપ્યું નહિ, પરંતુ જ્યારે તેણે તે જ વાત બે-ત્રણ વખત બેવડાવી ત્યારે કેશીકુમારે ઉત્તર આપ્યો કે “ભલે સેવિયા સુંદર હોય પરંતુ ત્યાંનો રાજા અધાર્મિક છે, પછી ભલા હું કેમ ત્યાં આવી શકું ?' ચિત્તે નિવેદન કર્યું – “ભંતે ! આપને પએસી સાથે શું લેવા-દેવા ? સેયવિયામાં બીજા ઘણા-બધા સાર્થવાહો વગેરે નિવાસ કરે છે, જે આપની વંદના-ઉપાસના કરશે અને અશન-પાન તથા આસન-શપ્યા વગેરે વડે આપનો સત્કાર કરશે. એટલા માટે આપ કૃપા કરી જરૂર પધારો' (૧૫-૧૫૪).
ચિત્ત સારથી પોતાના રથ પર સવાર થઈ સેવિયા નગરીમાં પહોંચી ગયો. ત્યાં પહોંચતાં જ તેણે મૃગવનના ઉદ્યાનપાલકને બોલાવીને કહ્યું – જુઓ, જો પાર્થાપત્ય કેશીકુમાર વિહાર કરતા-કરતા અહીં પધારે તો તેમના રહેવા માટે યોગ્ય સ્થાનનો પ્રબંધ કરજો અને પીઠ (ચોકી), ફલક (પાટિયું), શવ્યા અને સંસ્કારક માટે તેમને નિમંત્રિત કરજો. ત્યારપછી ચિત્ત સારથીએ રાજા પએસી પાસે પહોંચીને તેને ભેટ-સોગાદ અર્પણ કરી (૧૫૫-૧૫૬).
કેટલાક દિવસ પછી કેશીકુમાર શ્રાવસ્તી નગરીમાંથી વિહાર કરી ગયા અને ગામોગામ પરિભ્રમણ કરતા-કરતા સેયવિયા નગરીના મૃગવન નામે ચૈત્યમાં પધાર્યા. ઉદ્યાનપાલકે પીઠ, ફલક વગેરે વડે તેમનો સત્કાર કર્યો અને ચિત્ત સારથીના ઘરે જઈ કેશીકુમારના આગમનના સમાચાર તેને આપ્યા. આ સમાચાર સાંભળી ચિત્ત પોતાના આસન પરથી ઊભો થયો, પાદપીઠથી નીચે ઉતર્યો, પાદુકાઓ ઉતારી અને એકશાટિક ઉત્તરાસંગ ધારણ કરી, હાથ જોડી જ્યાં કેશીકુમાર ઉતર્યા હતા તે દિશા તરફ સાતઆઠ પગલાં ચાલ્યો અને પછી પ્રણામપૂર્વક તેમની સ્તુતિ કરવા લાગ્યો. ઉદ્યાનપાલકને તેણે પ્રીતિદાન આપી વિદાય કર્યો. ત્યારબાદ રથ પર સવાર થઈ તે કેશીકુમારના દર્શન માટે જવા રવાના થયો (૧૫૭-૧૫૮).
ધર્મોપદેશ શ્રવણ કર્યા પછી ચિત્ત સારથી કેશીકુમારને કહેવા લાગ્યો – ભંતે ! અમારો રાજા પએસી ઘણો અધાર્મિક છે, એટલા માટે જો આપ તેને ધર્મોપદેશ આપો તો તેનું પોતાનું ભલું થાય અને સાથે સાથે શ્રમણો, બ્રાહ્મણો, ભિક્ષુઓ અને આખા દેશનું પણ કલ્યાણ થાય. કેશીકુમારે ઉત્તર આપ્યો – “હે ચિત્ત ! જે વ્યક્તિ આરામ, ઉદ્યાન અથવા ઉપાશ્રયમાં આવેલા શ્રમણ કે બ્રાહ્મણની પાસે જતો નથી, તેની વંદના-પૂજા કરતો નથી, ઉપાસના કરતો નથી, પોતાની શંકાઓનું સમાધાન કરતો નથી તે ધર્મશ્રવણ કરવાનો અધિકારી નથી. તમારો રાજા પએસી અમારી પાસે આવતો નથી અને અમારી સામે સુદ્ધાં જોતો નથી.” (૧૫૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org