________________
રાજપ્રગ્નીય
૪૧ કરી રહી છે, એકબીજા તરફ એવી રીતે જોઈ રહી છે કે જાણે અન્યોન્ય ખિજાતી ન હોય. ધારોની બંને બાજુ જાલકટક (જાળીવાળાં રમ્ય સ્થાનો) છે અને ઘંટો લટકી રહ્યા છે. બંને તરફની બેઠકોમાં વનપંક્તિઓ છે જેમાં નાનાં-નાનાં વૃક્ષો ઊગેલાં છે. દ્વારોની બંને તરફ બીજાં તોરણો લાગ્યાં છે; તેમની સામે નાગદંત, શાલભંજિકાઓ, ઘોડા, હાથી, નર, કિન્નર, ક્રિપુરુષ, મહો૨ગ, ગંધર્વ અને વૃષભનાં યુગલો , પદ્મ વગેરે લતાઓ તથા દિશાસ્વસ્તિક, ચંદનકળશ, શૃંગાર, દર્પણ, થાળ, પાત્રી, સુપ્રતિષ્ઠિક (ટોરી), મનોગુલિકા (આસન) અને કડક (પટારા) રાખેલ છે. ત્યારપછી હથકંઠ (રત્નવિશેષ), ગજકંઠ, નરકંઠ, કિન્નરકંઠ, ઝિંપુરૂષકંઠ, મહોરગકંઠ, ગંધર્વકંઠ અને વૃષભકંઠ શોભે છે. તેમાં ટોપલીઓ છે જે પુષ્પમાળા, ચૂર્ણ, ગંધ, વસ્ત્ર, આભરણ, સરસવ અને મયૂરપંખ વડે શોભાયમાન છે. પછી સિહાસન, છત્ર, ચામર તથા તેલ, કોઇ, પત્ર, ચૂઓ, તગર, ઈલાયચી, હરતાલ, હિંગુલક (હિંગળોક), મણસિલા (મનસીલ) અને અંજનના પાત્રો રાખ્યાં છે. વિમાનના એક-એક દ્વારમાં ચક્ર, મૃગ, ગરુડ વગેરેનાં ચિહ્નોવાળી અનેક
ધ્વજાઓ લગાડેલી છે; તેમાં અનેક ભૌમ (વિશિષ્ટ સ્થાનો) બન્યાં છે જ્યાં સિંહાસનો બિછાવેલાં છે. દ્વારોની બારસાખ રત્નો વડે જડેલી છે અને અષ્ટમંગલ, ધ્વજા અને છત્ર વગેરેથી શોભે છે (૯૦-૧૦૭).
સામાનિક દેવોએ સૂર્યાભદેવની સમક્ષ ઉપસ્થિત થઈને નિવેદન કર્યું–‘હે દેવાનુપ્રિય ! આપના વિમાનમાં રહેલા સિદ્ધાયતનમાં જિન-પ્રતિમા બિરાજમાન છે. આપની સુધર્માસભાના ચૈત્યસ્તંભમાં એક ગોળાકાર પેટીમાં જિન ભગવાનના અસ્થિ રાખેલાં છે, આપ તેમની વંદના-પૂજા કરી પુણ્ય પ્રાપ્ત કરો. આ સાંભળી પોતાની દેવશય્યા પરથી ઊભો થયો અને જળાશયમાં
સ્નાન કરી અભિષેકસભામાં પહોંચ્યો. ત્યાં તેણે સામાનિક દેવોને ઈન્દ્રાભિષેક રચાવવા માટે આદેશ આપ્યો (૧૩૩-૧૩૫). ૧. જિનપ્રતિમાની આગળ નાગપ્રતિમા, યક્ષપ્રતિમા, ભૂતપ્રતિમા અને કુંડધાર–આજ્ઞાધાર
(જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ટીકા, પૃ. ૮૧ અ) પ્રતિમાઓ હોવાનો ઉલ્લેખ છે (સૂત્ર ૧૩૦).
આથી યક્ષપૂજાના મહત્ત્વની જાણ થાય છે. ૨. આ શય્યા પ્રતિપાદ, પાદ, પાદશીર્ષક, ગાત્ર અને સંધિઓથી યુક્ત તથા તૂલી
(રજાઈ), બિલ્બોયણા (તકિયા), ગંડોપધાનક (ગાલના ઓશીકા) અને સાલિંગનવર્તિક (શરીરના માપના તકિયા) વડે સંપન્ન હતી. તેની બંને બાજુ તકિયા ગોઠવેલા હતા. આ શપ્પા બંને બાજુથી ઊંચી અને વચમાં નીચી હોવાને કારણે ગંભીર તથા લૌમ અને દુકૂલ વસ્ત્રો, વડ આચ્છાદિત હતી (૧૨૭),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org