________________
૩૯
રાજપ્રશ્નીય
૩૧ – ઉત્પાત, નિપાત, સંકુચિત, પ્રસારિત, રયારઈય, ભ્રાંત અને સંભ્રાંત ક્રિયાઓ સંબંધી અભિનય.
૩૨ – મહાવીરનાં ચ્યવન, ગર્ભસંહરણ, જન્મ, અભિષેક, બાલક્રીડા, યૌવનદશા, કામોગલીલા, નિષ્ક્રમણ, તપશ્ચરણ, જ્ઞાનપ્રાપ્તિ, તીર્થપ્રવર્તન અને પરિનિર્વાણ સંબંધી ઘટનાઓનો અભિનય (૬૬-૮૪).
દેવકુમાર અને દેવકુમારીઓ તત, વિતત, ધન અને સુષિર' નામના વાદ્યો વગાડવા લાગ્યાં; ઉસ્લિમ, પાદાંત”, મંદ અને રોચિત નામક ગીતો ગાવા લાગ્યાં; અંચિત, રિભિત, આરબટ અને ભસોલ નામક નાટ્યવિધિઓ પ્રદર્શિત કરવા લાગ્યાં તથા દાર્દાન્તિક, પ્રાત્યાન્તિક, સામાન્યતો વિનિપાત અને લોકમધ્યાવસાનિક નામક અભિનયો દર્શાવવા લાગ્યાં. અભિનય સમાપ્ત થયા પછી સૂર્યાભદેવ મહાવીરની ત્રણ પ્રદક્ષિણાઓ કરી, તેમને નમસ્કાર કરી પોતાના પરિવારસહિત વિમાનમાં બેસી જ્યાંથી આવ્યો હતો ત્યાં જવા પાછો ફર્યો (૮૫-૯૯). સૂર્યાભદેવનું વિમાન :
ત્યારપછી ગૌતમ ગણધરે સૂર્યાભદેવ અને તેના વિમાન સંબંધી મહાવીરને કેટલાક પ્રશ્નો પૂછ્યા અને મહાવીરે તેમના ઉત્તરો આપ્યા – સૂર્યાભદેવનું વિમાન ચારે બાજુએ આવેલા રંગબેરંગી કાંગરાઓથી શોભતા પ્રાકાર (કિલ્લા)
૧. નાટ્યશાસ્ત્રમાં રચિત. જેબૂતીપપ્રજ્ઞપ્તિમાં રેચકરંચિત એવો પાઠ છે. આરબટી શૈલીમાં
નાચનારા નટો મંડલાકાર રૂપે રેચક એટલે કે કમર, હાથ અને ગરદન હલાવતાં
હલાવતાં રાસ નૃત્ય કરતા–વાસુદેવશરણ અગ્રવાલ, હર્ષચરિત, પૃ ૩૩. ૨. આનાથી મહાવીરની ગૃહસ્થાવસ્થાનું સૂચન થાય છે. ૩. પટહ વગેરે વાદ્યો તત, વીણા વગેરે વિતત, કાંસ્યતાલ વગેરે ઘન અને શંખ વગેરે
શુષિરનાં ઉદાહરણો સમજી શકાય. ચિત્રાવલી (૭૩-૮)માં તંત અને વિનંતનો ઉલ્લેખ
છે. તંત એટલે તારના અને વિસંત એટલે તાર વિનાના મઢેલાં વાદ્યો. . ૪. જીવાજીવાભિગમ (પૃ. ૧૮૫ અ)માં પાયતની જગ્યાએ પવત્તય (પ્રવૃત્તક) પાઠ છે. ૫. ગીતને સમસ્વર અને અષ્ટરસ સંયુક્ત, છ દોષરહિત અને આઠ ગુણસહિત બતાવવામાં
આવ્યું છે–જુઓ જીવાજીવાભિગમ, પૃ. ૧૮૫ અ. ૬. ટીકાકારે નાટ્ય અને અભિનયવિધિની વ્યાખ્યા ન કરતાં આ વિધિઓ નાટ્યના વિશારદો
પાસેથી સમજી લેવા કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org