________________
રાજપ્રશ્નીય
આ પ્રસંગે જેનો અભિનય કરવામાં આવ્યો છે તે બત્રીસ પ્રકારની નાટ્યવિધિઓ આ પ્રમાણે છે :
૧ – સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કલશ, મત્સ્ય અને દર્પણના દિવ્ય અભિનયો.
૨ – આવર્ત, પ્રત્યાવર્ત, શ્રેણી, પ્રશ્રેણી, સ્વસ્તિક, સૌવસ્તિક, પુષ્યમાનવ, વર્ધમાનક (શરાવસંપુટ), મસ્યાણ્ડક, મકરાણ્ડક, જાર, માર, પુષ્પાવલિ, પદ્મપત્ર, સાગરતરંગ, વસંતલતા અને પદ્મલતાના ચિત્રોનો અભિનય.
૩ – ઈહામૃગ, વૃષભ, અશ્વ, નર, મગર, પક્ષી, સર્પ, કિન્નર, ગુરુ, શરભ, અમર, કુંજર, વનલતા, પદ્મલતાના ચિત્રનો અભિનય.
૪ – એકતોવક્ર, દ્વિધાવક્ર, એકતશ્ચક્રવાલ, દ્વિધાચક્રવાલ, ચક્રાઈ, ચક્રવાલનો અભિનય.
૫ – ચંદ્રાવલિકા પ્રવિભક્તિ, સૂર્યાવલિકા પ્રવિભક્તિ, વલયાવલિકા પ્રવિભક્તિ, હંસાવલિકા પ્રવિભક્તિ, એકાવલિકા પ્રવિભક્તિ, તારાવલિકા પ્રવિભક્તિ, મુક્તાવલિકા પ્રવિભક્તિ, કનકાવલિકા પ્રવિભક્તિ અને રત્નાવલિકા પ્રવિભક્તિનો અભિનય.
૬ – ચંદ્રોદ્ગમન દર્શન અને સૂર્યોદ્ગમન દર્શનનો અભિનય. ૭ – ચંદ્રાગમદર્શન, સૂર્યાગમદર્શનનો અભિનય.
૮ – ચંદ્રાવણ દર્શન, સૂર્યાવરણ દર્શનનો અભિનય. - ૯ – ચંદ્રાસ્ત દર્શન, સૂર્યાસ્ત દર્શનનો અભિનય. ટીકાકાર અનુસાર આ નાટ્યવિધિઓનો ઉલ્લેખ ચતુર્દશ પૂર્વો અંતર્ગત નાટ્યવિધિ નામક પ્રાભૂતમાં મળે છે, પરંતુ અત્યારે આ પ્રાભૃત વિચ્છિન્ન થઈ ગયું છે. સ્વસ્તિક, વર્ધમાનક અને નંદ્યાવર્તનો ઉલ્લેખ મહાભારત (૭. ૮૨. ૨૦)માં પ્રાપ્ત થાય છે. અંગુત્તરનિકામાં નંદિયાવત્તનો અર્થ માછલી કરવામાં આવ્યો છે. (જુઓ મલાલસેકર, ડિક્શનરી ઑફ પાલિ પ્રોપર નેમ્સ, ભાગ ૨, પૃ. ૨૯).ભરતના નાટ્યશાસ્ત્રમાં
સ્વસ્તિક ચોથો અને વર્ધમાનક તેરમો નાટ્યપ્રકાર હોવાનું બતાવવામાં આવ્યું છે. ૨. ભરતના નાટ્યશાસ્ત્રમાં મકરનો ઉલ્લેખ છે. ૩. જાર-મારની ટીકા કરતાં મલયગિરિએ લખ્યું છે–સમન્નિતિની તોહિતવ્યો
જીવાજીવાભિગમ-ટીકા, પૃ. ૧૮૯. ૪. ભારતના નાટ્યશાસ્ત્રમાં પદ્મ. ૫. ભરતના નાટ્યશાસ્ત્રમાં ગજદંત. ૬. ભરતના નાટ્યશાસ્ત્રમાં હંસવત્ર અને હંસપક્ષ.
અંઆ -૫ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org