________________
૩૦
અંગબાહ્ય આગમો
નગરીમાં પધાર્યા છે. જ્યારે તેમનાં નામ-ગોત્રનું શ્રવણ કરવું પણ મહાફળદાયક છે ત્યારે તેમની પાસે જઈ તેમની વંદના કરવી, કુશળવાર્તા પૂછવી અને તેમની પર્યાપાસના ક૨વી કેટલી ફળદાયક થશે ? ચાલો, હે દેવાનુપ્રિયો ! આપણે મહાવીરની વંદના કરીએ, તેમનો સત્કાર કરીએ અને વિનયપૂર્વક તેમની ઉપાસના કરીએ. તેનાથી આપણને આ લોક અને પરલોકમાં સુખની પ્રાપ્તિ થશે.' આમ વિચારી અનેક ઉગ્ર, ઉગ્રપુત્ર, ભોગ, ભોગપુત્ર, રાજન્ય, ક્ષત્રિય, ક્ષત્રિયપુત્ર, ભટ, ભટપુત્ર, યોદ્ધા, યોદ્ધાપુત્ર, પ્રશાસ્તા, મલ્લકી, મલ્લકીપુત્ર, લિચ્છવી, લિચ્છવીપુત્ર તથા અનેક માંડલિક રાજાઓ, યુવરાજો, કોટવાળો (તલવર), સીમાપ્રાંતના અધિપતિઓ, પરિવારના સ્વામીઓ, ઈલ્યો (ધનપતિઓ), શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ વગેરે કોઈ વંદન માટે, કોઈ પૂજન માટે, કોઈ કુતૂહલશમન માટે, કોઈ અર્થનિર્ણય કરવા માટે, કોઈ ન સાંભળેલી વાત સાંભળવા માટે, કોઈ સાંભળેલી વાતનો નિશ્ચય કરવા માટે, કોઈ અર્થ, હેતુ અને કારણો જાણવા માટે—આમ્રશાલવન ચૈત્ય તરફ ૨વાના થયા. કોઈએ કહ્યું અમે મુંડિત બની શ્રમણ-પ્રવ્રજ્યા લઈશું અને કોઈએ કહ્યું અમે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતોનું પાલન કરી ગૃહસ્થધર્મ ધારણ કરીશું. ત્યારપછી લોકો સ્નાન વગેરે કરી, પોતાના શરીરને ચંદનથી ચર્ચિત કરી, સુંદર વસ્ત્રો અને માળાઓ પહેરી, મણિ, સુવર્ણ તથા હાર, અર્ધહાર, તિસરય (ત્રણ સેરનો હાર), પાલંબ (ગળાનું ઘરેણું) અને કટિસૂત્ર વગેરે આભૂષણો ધારણ કરી મહાવીરના દર્શન માટે નીકળ્યા. કોઈ ઘોડા, કોઈ હાથી, કોઈ રથ પર અને કોઈ પાલખીમાં બેસી, તો કોઈ પગે ચાલીને આમ્રશાલવન ચૈત્યમાં પહોંચ્યા. શ્રમણ ભગવાન મહાવીરને દૂરથી જોઈને લોકો પોતપોતાના યાન-વાહન પરથી નીચે ઉતર્યા અને ભગવાનની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, તેમને વિનયપૂર્વક હાથ જોડી, તેમની ઉપાસનામાં લીન બની ગયા.
રાજા સેય અને રાણી ધારિણી પણ આમ્રશાલવનમાં પહોંચી, ભગવાનની પ્રદક્ષિણા કરી, વિનયપૂર્વક હાથ જોડી તેમની ઉપાસના કરવા લાગ્યા. ઉપસ્થિત જનસમુદાયને મહાવીરે ધર્મોપદેશ આપ્યો (૧૦).
મહાવીર પાસેથી ધર્મ સાંભળી સભાના લોકો અત્યંત પ્રસન્નભાવે કહેવા લાગ્યા : ‘ભંતે ! નિગ્રંથ-પ્રવચનનું જેટલું સુંદર પ્રતિપાદન આપે કર્યું છે, તેટલું અન્ય કોઈ શ્રમણ કે બ્રાહ્મણ કરતા નથી.’ પછી બધા લોકો પોતપોતાના ઘરે પાછા ફર્યા. રાજા સેય અને રાણી ધારિણીએ પણ મહાવીરના ધર્મોપદેશની પ્રશંસા કરી (૧૧). સૂર્યાભદેવ :
તે સમયે સૂર્યાભ નામે દેવ દિવ્ય ભોગોનો ઉપભોગ કરતો કરતો સૌધર્મ દેવલોકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org